નેશનલયુટિલીટી

Video: કૂનોમાં પીએમ મોદીએ ‘ચિત્તા મિત્રો’ સાથે ગુજરાતની દિકરીઓનો અનુભવ શેર કર્યો

Text To Speech

શનિવારે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને મધ્ય પ્રદેશના શ્યોપુર સ્થિત કૂનો રાષ્ટ્રીય પાર્કમાં પીએમ નરેન્દ્ર મોદીએ છોડ્યા હતા. પોતાના જન્મ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ તેમને પિંજરામાંથી આઝાદ કર્યા હતા. અને કૂનોમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓના ગૃહપ્રવેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તા મિત્રો સાથે ખાસ વાતચીત પણ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સિંહો સાથે જોડાયેલ પોતાનો અનુભવ પણ સેર કર્યો હતો. તે સમયે કેવી રીતે સિંહોની સંખ્યા ઘટવા માંડી હતી અને ત્યાર બાદ કેવી રીતે સિંહોનો બચાવ કરવામાં આવ્યો તે સમગ્ર વાતનો આ સંવાદ ચિત્તા મિત્રો સાથે સેર કર્યો હતો.

આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૂનો ખાતે તૈયાર કરવામાં આવેલ ચિત્તા મિત્રો સાથે ખાસ વાતચીત કરતા નજરે પડે છે. જેનો આ વીડિયો પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૂનોના ચિત્તા મિત્રોને ગુજરાતનો અનુભવ સંભળાવી રહ્યા છે. વડાપ્રધાન મોદી કહે છે કે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો તો ત્યાં સિંહોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો હતો. પેહલા સિંહોની સંખ્યા લગભગ 300 હતી અને જે બાદ સતત ઓછી થઈ રહી હતી. ત્યારે મેં કહ્યું કે, આ એટલો મોટો વારસો છે અને જો એ જ પ્રકારે તેની સંખ્યા ઓછી થતી રહી તો 50-100 વર્ષમાં કોઈ જ સિંહ ભારતમાં બચશે નહીં. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આઇડિયાની વાત કરે છે જેમાં તેમણે કહ્યું કે, મારા મનમાં ખ્યાલ આવ્યો કે જો સિંહોને કોઈ બચાવી શકે છે તો તે ગામના લોકો જ છે. આથી તેમને વિચાર આવ્યો કે ગામનાં લોકોની જ એક ટીમ બનાવવી જોઈએ જે સિંહોની સંભાળ રાખી શકે. ત્યારબાદ તેઓએ ચિતા મિત્રોને કહ્યું કે તેમણે વર્ષ 2007ના સમયમાં 300 વન્યપ્રાણી મિત્ર બનાવ્યા હતા.

જ્યાં ત્યાની દિકરીઓને મોદીજીએ પૂછ્યું કે તમે લોકો મેદાનમાં આવી શકો છો કે? તમે લાયન સાથે રહી શકો છો? તમે લાયનને બચાવી શકો છો? ત્યારે એ તમામ દિકરીઓએ તૈયારી બતાવી હતી અને સિંહ મિત્ર બની પણ હતી. જે બાદ સરકારે તે સ્થાનિક દીકરીઓને જ ફોરેસ્ટ ગાર્ડ માટે રાખી લીધી. અને આ રીતે શરુઆત કરી તેમણે સિંહોને બચાવી લીધા હતાની સમગ્ર વાત કરી હતી. ત્યારે આ ગુજરાતનો અનુભવ સંભળાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્તા મિત્રોને કેટલીક જરૂરી ટિપ્સ પણ આપી હતી.

તેમણે કહ્યું કે, તમે ચિત્તા મિત્ર છો, પરંતુ બધા વન્ય પશુઓના મિત્ર છો. તમારે દરેક પશુઓની દેખરેખ કરવાની છે. જે કામ તમે કરશો ને તેમ પણ પુછ્યુ હતુ ત્યારે ચિત્તા મિત્રોને હા પણ કરી હતી. આ સાથે જ વડાપ્રધાન મોદીએ ચિત્તા મિત્રોને ફોટોગ્રાફીની હેબિટ ડેવલપ કરવા પણ જણાવ્યુ હતુ.

Back to top button