PAASના કન્વિનર નીતિન ઘેલાણી પોતાના 40 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ છે. ત્યારે હવે પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે દરેક પાર્ટી હવે આજ સાંજ કે કાલ સવાર સુધી બાકી રહેલી બેઠક પર ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. જેમાં ખાસ કરીને પાટિદારોના મતોને આકર્ષવા માટે ત્રણેય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે.
આ દરમિયાન PAASના કન્વિનર નીતિન ઘેલાણી આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આની સાથે જ રાજકારણ પણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે સી.આર.પાટીલે તેમનું ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું છે.
આ પણ વાંચો:ભાજપની 32 બેઠકો પર વિવાદ, નેતાઓને મનાવવા કેન્દ્રીય પ્રધાનો અને પૂર્વ પ્રધાનોને સોંપાઈ જવાબદારી
તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
PAASના નીતિન ઘેલાણી આજે 40થી વધુ કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગ કર્યુ હતુ. ત્યારે મહત્વનું છે કે આ ચૂંટણીમાં ભાજપ માટે પાટીદાર સમાજના મત કેટલા મહત્વના છે ત્યારે નીતિન ઘેલાણી ભાજપમાં જોડાતા વિધાનસભા ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ફેક્ટર રહશે.