ગુજરાત મોડલ પર આવ્યું ‘કા બા’ સોંગ, શું તમે સાંભળ્યુ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. તેવામાં બિહારમાં ‘કા બા’ ગીતથી ખ્યાતી મેળવનાર લોક ગાયિકા નેહા રાઠોડનો ગુજરાતમાં કા બા ગીતનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે ગીતમાં નેહા સિંહ રાઠોડે હવે પોતાના નવા ગીતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે. નેહાનું આ ગીત યુટ્યુબ અને ટ્વિટર પર પણ લોકો દ્વારા ખુબ જ શેર કરવામાં આવી રહ્યું છે. અને યુઝર્સ આના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
गुजरात में का बा?
Youtube link: https://t.co/kNauDp0PqK#NehaSinghRathore #MorbiBridgeCollapse #Gujrat #election #bhojpuri #broken #Machchhuriver #MorbiBridge #MorbiScam #MorbiBridgeTragedy #Morbi pic.twitter.com/HGDQDyQx9D— Neha Singh Rathore (@nehafolksinger) November 4, 2022
આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યની ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ
નેહા સિંહ રાઠોડે તેના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “લોકો ડૂબી-ડૂબીને મરી ગયા પણ સાહેબની બધી સભાઓ ચાલું છે અને મરનારાઓની જ બધી ભૂલ હતી તેનો પ્રચાર ચારે તરફ કરવામાં આવી રહ્યો છે?” બિહારના લોકપ્રિય તહેવાર છઠના અવસર પર નેહા સિંહ રાઠોડે ઘણા લોકપ્રિય ગીતો ગાયા જે લોકોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. નેહા સિંહ તેના વ્યંગાત્મક ગીતો માટે જાણીતી છે. તે અવારનવાર સામાજિક મુદ્દાઓ અને રાજનીતિ પર ટોણો મારતી રહે છે. ત્યારે આ વખતે પણ નેહા સિંહ રાઠોડે નવું ગીત રજુ કર્યુ છે જેમાં ગુજરાતના મોડેલની ટીકા કરવામાં આવી છે.