અમદાવાદમાં હવે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એમડી ડ્રગ્સ, સ્થાનિક પોલીસ અજાણ!
- છેલ્લા 6 મહિનાથી પોતાની દુકાનમાં ડ્રગ્સ રાખી ગ્રાહકોને વેચતો
- SOGએ એમડી ડ્રગ્સ સાથે દુકાનદારની ધરપકડ કરી
- અમદાવાદ SOGએ આરોપીને ઝડપી બાપુનગર પોલીસને સોપ્યો
અમદાવાદમાં હવે ખુલ્લેઆમ એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. જેમાં સ્થાનિક પોલીસ અજાણ રહી હોય તેવુ લાગી રહ્યું છે. શહેરના બાપુનગરમાં દુકાનમાં જાહેરમાં એમડી ડ્રગ્સ વેચાતું હતુ. આરોપી દુકાનમાં જાહેરમાં ડ્રગ્સ વેચતો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ પડશે આકરી ગરમી, જાણો અમદાવાદમાં કેટલુ પહોંચશે તાપમાન
અમદાવાદ SOGએ આરોપીને ઝડપી બાપુનગર પોલીસને સોપ્યો
અમદાવાદ SOGએ આરોપીને ઝડપી બાપુનગર પોલીસને સોપ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ SOG ક્રાઈમ બ્રાન્ચે કરી છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં યુવક-યુવતીઓને ડ્રગ્સ વેચવાનો આખો કારોબાર ચાલે છે. તેમાં ફરી એક વખત SOGને સફળતા મળતા ગુનેગારોની મેલી મુરાદ પૂરી થઈ નથી અને ડ્રગ્સ ડિલિવરી થાય તે પહેલા જ ડ્રગ્સ પકડાઈ જતા યુવાનો તેના બંધાણી બનતા પહેલા બચી ગયા છે.
SOGએ એમડી ડ્રગ્સ સાથે દુકાનદારની ધરપકડ કરી
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ સુમેલ-8 કોમ્પલેક્ષસની એક દુકાનમાં દરોડા પાડીને SOGએ એમડી ડ્રગ્સ સાથે દુકાનદારની ધરપકડ કરી છે. પોલીસને દુકાનમાંથી 8 લાખથી વધુની કિંમતનું 82.250 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે ડ્રગ્સનો ધંધો કરતા મોહમ્મદ સલીમ મોહંમદ હનીફ શેખ નામના ઈસમની ધરપકડ કરી છે.
છેલ્લા 6 મહિનાથી પોતાની દુકાનમાં ડ્રગ્સ રાખી ગ્રાહકોને વેચતો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી અગાઉ પણ ડ્રગ્સના કેસમાં બાપુનગરમાં ઝડપાઈ ચૂકયો છે. પકડાયેલો આરોપીએ રાજસ્થાનના ભરત નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવી છેલ્લા 6 મહિનાથી પોતાની દુકાનમાં ડ્રગ્સ રાખી ગ્રાહકોને વેચતો હતો. જોકે દુકાનની આસપાસમાં રહેતા અમુક લોકો કાયમ માટે તે દુકાનમાંથી જ ડ્રગ્સ ખરીદતા હતા. દુકાનદાર પણ પોતાના બંધાયેલા ગ્રાહકો સિવાય અન્ય કોઈ અજાણી વ્યક્તિને ડ્રગ્સ વેચતો નહીં. જેથી કરી તે પોલીસ થઈ પણ બચી શકતો હતો.