ટ્રેન્ડિંગવર્લ્ડ

મેકડોનાલ્ડ્સે જાહેરાતના ક્ષેત્રમાં કર્યું ક્રાંતિકારી ઈનોવેશન, જાણીને તમે પણ કહેશો wow

Text To Speech

એમ્સ્ટર્ડમ(નેધરલેન્ડ), 15 એપ્રિલ: નેધરલેન્ડમાં McDonald’sની એક અનોખી જાહેરાતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. નેધરલેન્ડની શેરીઓમાં લખાણ વગરના McDonald’sના બિલબોર્ડે કદાચ આ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રેન્ક કર્યું છે. વાત એમ છે કે, મેકડોનાલ્ડ્સ બિલબોર્ડ વડે ફૂડ લવર્સને લલચાવી રહ્યું છે. જે બ્રાન્ડના ખૂબ જ આઈકોનિક ફ્રેન્ચ ફ્રાઈસની મોહંક સુગંધ ફેલાવે છે. આ સુગંધ એટલી મનમોહક હતી કે, લોકપ્રિય ફાસ્ટ ફૂડ ચેઈનના બિલબોર્ડ પણ કંઈપણ લખાણ, કે કંઈપણ જાણવાની તસ્દી લીધી જ નહીં. તેનો અર્થ એ છે કે, લોકો આસપાસ હેપી મીલની શોધ કરી રહ્યા હતા. બીજી તરફ, કંપનીએ બિલબોર્ડ પર કોઈપણ પ્રકારનું લખાણ લખ્યું પણ ન હતું.

બિલબોર્ડ્સ દ્વારા લોકોમાં કુતૂહલ પેદા કર્યું

બિલબોર્ડ્સ એમ્સ્ટરડેમ સ્થિત એજન્સી TBWA\Neboko દ્વારા બનાવવામાં આવ્યા હતા, જેમણે પ્રોડક્શન કંપની રાઉલ એન્ડ રિગેલ સાથે મળીને લોકોમાં કુતૂહલ પેદા કર્યું. આ બિલબોર્ડ્સ પીળા અને લાલ રંગના હતા. જેની અંદર એક છુપાયેલો ડબ્બો છે. જ્યાં ફ્રાઈસ ગુપ્ત રીતે રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વેન્ટિલેશન સિસ્ટમ દ્વારા ચારેબાજુ ફ્રાઈસની સુગંધ ફેલાવે છે. ચાલુ પ્રમોશન હોવાને લીધે બિલબોર્ડ એક ઑન-સાઇટ પ્રયોગ તરીકે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.

જે લોકો જાહેરાતોથી પ્રભાવિત થયા હતા તેઓને “સ્મેલ્સ લાઇક McDonald’s” નામની YouTube ફિલ્મ માટે ફિલ્માવવામાં આવ્યા હતા અને તેઓ સુગંધને ઓળખી શકે છે કે કેમ તે જોવા માટે પછીથી તેમની મુલાકાત લેવામાં આવી હતી. હાલ આ બિલબોર્ડ્સને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ઈલોન મસ્કના Xનું મોટું પગલું: ભારતમાં 2 લાખથી વધુ ખાતા બંધ, ભૂલથી પણ આ કામ કરતાં નહીં

Back to top button