ચૂંટણી 2022નેશનલ
MCD Election : AAP એ જાહેર કરી 134 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો લીસ્ટ


દિલ્હી નગર નિગમની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આજે શુક્રવારે મોડી સાંજે આમ આદમી પાર્ટીએ પોતાના 134 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી છે. આ ઉપરાંત પાર્ટીએ 30 સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં MCD ચૂંટણી માટે 4 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે પરિણામ 7 ડિસેમ્બરે આવશે.
પ્રથમ યાદીમાં 60 મહિલાઓનો સમાવેશ





30 સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી
આમ આદમી પાર્ટીએ MCD ચૂંટણી માટે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી અને પંજાબના કેબિનેટ મંત્રીઓ, સાંસદો સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, સરદાર હરભજન સિંહ, સુશીલ ગુપ્તા સહિત AAP ધારાસભ્યો અને પદાધિકારીઓના નામ સામેલ છે.
