ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સુધરી જજો: કબૂતરને ચણ નાખશો અથવા રખડતા ઢોરને ખાવાનું આપશો તો મેમો ઘરે આવશે

નવી દિલ્હી, 22 માર્ચ 2025: દિલ્હીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જો આપ દિલ્હીના રસ્તા, ચોક અને જાહેર સ્થળો પર કબૂતરોને અથવા અન્ય જાનવરોને દાણા નાખશો તો ફસાઈ જશો. દિલ્હી નગર નિગમે તેના પર કડક નિયમો લાગૂ કર્યા છે.

નવા નિયમ અંતર્ગત જાહેર રોડ અથવા જાહેર જગ્યા પર પક્ષી અથવા રખડતા જાનવરોને ખાવાનું ખવડાવવા પર 200 રુપિયાથી 500 રુપિયા સુધીનો દંડ લગાવવામાં આવશે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય રોડ પર ગંદકી અને ટ્રાફિકમાં અડચણને રોકવાનો છે. નિયમો તોડશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, એમસીડીના આ નિયમ અમુક ખાસ જગ્યા પર લાગૂ થયા છે. તેમાં કશમીરી ગેટના તિબ્બતી માર્કેટ, ઈદગાહ ગોળ ચક્કર અને પંચકુઈયા રોડ પર આવેલા શ્મશાન ગૃહ પાસે આ નિયમ લાગૂ કર્યો છે. એમસીડીએ તમામ ગેરકાયદેસર દુકાનદારોને પણ હટાવી દીધા છે.જે સરકારી જમીન પર પક્ષીઓ માટે દાણા વેચતા હતા. આ ઉપરાંત તમામ જગ્યા પર સફાઈ કરીને સૂચના બોર્ડ લગાવી દીધા છે. આ બોર્ડ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે પક્ષીઓ અને જાનવરોને ખાવાનું ખવડાવવા પર પ્રતિબંધ છે.

દંડ કેવી રીતે લાદવામાં આવશે?

એસપી સિટી વંદના રાવે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ ઓળખાયેલા સ્થળોએ દેખરેખ વધારી દીધી છે. જો કોઈ વ્યક્તિ રસ્તાની બાજુમાં પક્ષીઓ કે પ્રાણીઓને ખવડાવતા પકડાશે, તો તેના વાહનનો નંબર નોંધવામાં આવશે. આ પછી, ટ્રાફિક પોલીસની મદદથી, વાહન માલિકને શોધી કાઢવામાં આવશે અને ચલણ તેના ઘરે મોકલવામાં આવશે. તેમણે કહ્યું છે કે શરૂઆતમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો વારંવાર નિયમો તોડવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉદ્દેશ્ય સ્વચ્છતા અને સુગમ ટ્રાફિક જાળવવાનો છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે રસ્તાઓ સ્વચ્છ રાખવા અને ટ્રાફિક સુગમ રાખવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ, પક્ષીઓના ખોરાકને કારણે રસ્તાઓ ગંદા થઈ જાય છે અને રખડતા પ્રાણીઓ ત્યાં ભેગા થઈને ટ્રાફિકને અવરોધે છે. MCD એ લોકોને અપીલ કરી છે કે તેઓ રસ્તાની બાજુમાં ખોરાક ફેંકવાને બદલે નિયુક્ત સ્થળોએ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વારંવાર ઉલ્લંઘન કરવા બદલ વધુ દંડ પણ લાદવામાં આવી શકે છે.

આ પણ વાંચો: VIDEO: જવાન છોકરી સાથે આધેડ ઉંમરના કાકા જાહેરમાં કરી રહ્યા હતા રોમાન્સ, એ જ સમયે થઈ ગયો મોટો કાંડ

Back to top button