મધ્યપ્રદેશમાં આજથી હિન્દીમાં MBBSનો મેડિકલ અભ્યાસ શરૂ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખુદ રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણ સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, આ પ્રસંગે હિન્દી અભ્યાસક્રમના પુસ્તકોનુ પણ લોકાર્પણ કરશે .
MBBSનો અભ્યાસક્રમ હવે હિન્દીમાં
MBBSના વિદ્યાર્થીઓ હવે હિંદી મીડિયમમાં અભ્યાસ કરી શકશે. મધ્યપ્રદેશમાં આજથી MBBSનો મેડિકલ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું હતું કે, મધ્યપ્રદેશ પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે જ્યાં વિદ્યાર્થીઓ હિન્દી ભાષામાં મેડિકલનો અભ્યાસ કરી શકશે. તેમણે કહ્યું હતું કે, જેઓ બિન-અંગ્રેજી ભાષી દેશો છે તેઓ જાણે છે કે તેઓએ કેટલી પ્રગતિ કરી છે. રશિયા હોય, ચીન હોય કે જાપાન, જર્મની અનેક બાબતોમાં વિશ્વમાં નંબર 1 છે. વિદ્યાર્થીઓ તેમની માતૃભાષામાં અભ્યાસ કરીને આગળ વધી શકે તેવો પણ અમારો પ્રયાસ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે
મધ્યપ્રદેશમાં આજથી હિન્દીમાં મેડિકલ અભ્યાસ શરૂ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની શિવરાજ સિંહ ચૌહાણ સરકારના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જેમાં હિન્દી અભ્યાસક્રમના પુસ્તકોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ પછી વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ હિંદી મીડિયમમાં અભ્યાસ કરી શકશે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેડિકલ કે એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દી ભાષામાં ન થઈ શકે એ માન્યતાને આપણે બદલવી પડશે. પરંતુ વિદ્યાર્થી હિન્દી ભાષા દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ વધી શકે છે. તેમણે કહ્યું કે, અમિત શાહ એનાટોમી, બાયોકેમિસ્ટ્રી સહિત ફિઝિયોલોજી પર હિન્દીમાં મેડિકલ પુસ્તકોનું વિમોચન કરશે.
મેડિકલના મૂળ શબ્દોમાં કોઈ ફેરફાર નહીં થાય
ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પુસ્તકોના અનુવાદનું કામ સરળ નહોતું, પરંતુ મેડિકલ એજ્યુકેશન વિભાગે વોર રૂમ બનાવીને સતત કામ કરીને આ પુસ્તકો તૈયાર કર્યા છે. અભ્યાસના પ્રથમ વર્ષ માટે અંગ્રેજીમાંથી હિન્દીમાં ચારમાંથી ત્રણ પુસ્તકોનો અનુવાદ પૂર્ણ થઈ ગયો છે. હિન્દી અનુવાદ દરમિયાન મેડિકલના મૂળ શબ્દોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, હું દુરાગ્રહી નથી, તેથી મૂળ શબ્દ સાથે કોઈ છેડછાડ નથી. મધ્યપ્રદેશ બાદ હવે યુપીમાં પણ મેડિકલ પુસ્તકોના હિન્દી અનુવાદ થઈ રહ્યા છે.
ઉત્તર પ્રદેશમાં પણ ટૂંક સમયમાં મેડિકલ શિક્ષણ હિંદી ભાષામાં શરૂ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું હતું કે મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ હિન્દીમાં મેડિકલનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં મેડિકલ અને એન્જિનિયરિંગના કેટલાક પુસ્તકોનું હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આવતા વર્ષથી રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આ વિષયોના અભ્યાસક્રમો હિન્દીમાં પણ ભણવા માટે ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: જાદુની દુનિયાના બેતાજ બાદશાહ ઓપી શર્માનું 49 વર્ષની વયે નિધન