કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

જામનગર: મહિલા નેતાઓનો વિવાદ હજુ યથાવત, રિવાબાના ‘ઔકાતમાં રહેજો’ નિવેદન પર મેયરનો પરિવાર લાલઘુમ

જામનગરમાં ભાજપની ત્રણ મહિલાઓ નેતાઓ વચ્ચે ચપ્પલ મામલે થયેલા કકળાટને લઈને રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જામનગરમાં મારી માટી મારો દેશ કાર્યક્રમમાં ભેગા થયેલા ધારાસભ્ય રિવાબા સાંસદ પૂનમબેન માડમ અને મહિલા મેયરને ખરૂ ખોટુ સંભળાવી દીધું હતું,બંનેની ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

રિવાબાના આ નિવેદનને લઈને મેયરના પરિવારમાં રોષ

જામગરના લાખોટા તળાવ પર 17 ઓગસ્ટે જામનગર કોર્પોરેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રિવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ વચ્ચે જાહેરમાં તુતુમૈમૈ થઈ હતી. જેમાં વચ્ચે પડેલા મેયર મીના બીનાબેન કોઠારીને રિવાબા જાડેજાએ ‘ઔકાતમાં રહેજો’ એવું કહી દીધું હતું. ત્યારે રિવાબાના આ નિવેદનને લઈને મેયરના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. નાના ઝઘડામાંથી ઔકાત પર વાત આવી જતા મામલો વધુ ગરમાયો છે.

બીનાબેન કોઠારીનો પરિવારનો શહેર ભાજપ પ્રમુખને મળવા પહોંચ્યો હતો

આ મામલે મેયર બીનાબેન કોઠારીનો પરિવારનો શહેર ભાજપ પ્રમુખને મળવા માટે પહોંચ્યા હતા અને ઔકાત શબ્દ તથા રિવાબાએ કહેલા શબ્દો સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે શહેર ભાજપ દ્વારા તેમને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં થાય તેની ખાતરી આપવામા આવી હતી.

શહેર પ્રમુખે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય તેવું આશ્વાસન આપ્યું

શુક્રવારે ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરાના કાર્યાલય પર મેયર બીનાબેન કોઠારીના પરિવારના સભ્યો પહોંચ્યા હતા, અને અહીં તેમણે રિવાબાએ વાપરેલા શબ્દો સામે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે પરિવારના મોભી પ્રવિણભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, અમે રજૂઆત કરી છે, “અમારી કોઈ માંગણી નથી, શહેર પ્રમુખે અમને આશ્વાસન આપ્યું છે કે ભવિષ્યમાં આવું કંઈ નહીં થાય “.

જાણો સમગ્ર મામલે રિવાબાએ શું કહ્યું ?

ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ સમગ્ર વિડીયો અંગે રિવાબા જાડેજાએ મીડિયા સમક્ષ ખુલાસો આપતા કહ્યું હતુ કે , સાંસદ પૂનમબેને શ્રદ્ધાંજલિ આપતી વખતે તેમના ચપ્પલ ઉતારવા બદલ તેમને કથિત રીતે ટોણા માર્યા હતા અને તેમને ‘ઓવર સ્માર્ટ’ કહ્યા હતા. તેમણે કહ્યું કે સાંસદ પૂનમબેન માડમે ચપ્પલ પહેરીને વિરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપી અને મેં ચપ્પલ ઉતાર્યા. તેમણે મોટા અવાજે કહ્યું કે પીએમ અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ નથી કાઢતા પરંતુ કેટલાક અજ્ઞાન લોકો ઓવર સ્માર્ટ બની જાય છે. રીવાબાએ કહ્યું કે મને પૂનમબેનની કોમેન્ટ પસંદ નથી આવી.જેના કારણે મેં મારા સ્વાભિમાનને કારણે કહ્યું હતું કે મારા ચપ્પલ ઉતારીને શું ભૂલ કરી છે? “MP મેડમે ચપ્પલ પહેરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, મેં ચપ્પલ ઉતારી બહુમાન કર્યું, સાંસદ પુનમ માડમે તે સમયે મને ટોણો માર્યો, આત્મસન્માન માટે જાહેરમાં સ્પષ્ટતા કરી, મેં કંઈ જ ખોટું નથી કહ્યું”

સાંસદ પૂનમબેને શું કહ્યું ?

સાંસદ પૂનમબેને 17 ઓગસ્ટને ગુરુવારે જણાવ્યું હતું કે, કોઈ ગેરસમજ થઈ હતી, જેના કારણે ચર્ચા થઈ હતી અને તેની પ્રતિક્રિયા વાયરલ વીડિયોમાં જોવા મળી હતી. પૂનમબેને કહ્યું કે પક્ષમાં દરેકે એકબીજા સાથે સુમેળમાં રહેવું જોઈએ. મેં કહ્યું તેમ, પાર્ટી એક પરિવારની જેમ છે અને તેમાં દરેક વ્યક્તિ એકબીજાની તાકાત છે.

મેયરે પણ આપ્યું રીએક્શન

આ રીએક્શન આપ્યા પછી મેયરે પોતાનુ રીએક્શન આપ્યું હતું કહ્યું હતું કે, “આ અમારો ભારતીય જનતા પાર્ટીનો પારિવારીક મામલો છે હું કોઇ કોમેન્ટ કરવા માંગતી નથી”

આ પણ વાંચો : અંબાજી બાદ હવે ગબ્બર પર્વત પર પ્રસાદીને લઈ સર્જાયો વિવાદ , જાણો સમગ્ર મામલો

Back to top button