મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૪: આ સ્પર્ધામાં ભાગ લો અને નવરાત્રીને બનાવો યાદગાર
અમદાવાદ, 5 ઓકટોબર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મેયર વિજય પદ્મ ગરબા મહોત્સવ- ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ ૧૧ ઓકટોબર-2024 સુધીમાં સાત ઝોનની કચેરી ખાતેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. સ્પર્ધામાં વિજેતાને રૂપિયા 51 હજારથી રૂપિયા 11 હજાર સુધીના ઈનામ આપવામાં આવશે.
મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-2024,ગરબાનું આયોજન કરતી સોસાયટી કે સંસ્થાઓ અચૂકથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાગ લો અને નવરાત્રીને યાદગાર બનાવો.#amc #amcforpeople #MayorGarbaCompetition #garba2024 #SwachhGarba #societyparticipation #festivecleanliness… pic.twitter.com/bNq3uWe9sg
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) October 4, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ આ રીતે મેયર વિજય પદ્મ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સ્પર્ધા યોજવામાં આવી છે. તેમાં શહેરમાંથી મોટી સંખ્યામાં સોસાયટીઓ, પોળો વગેરે ભાગ લે તે હેતુથી અને આપણી પરંપરાગત ગરબા પ્રથાનું માન-સન્માન વધે એ હેતુથી આ આયોજન થઈ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મેયર વિજય પદ્મ ગરબા મહોત્સવ- ૨૦૨૪નું આયોજન કરવા નિર્ણય કરાયો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુકોએ ૧૧ ઓકટોબર-2024 સુધીમાં સાત ઝોનની કચેરી ખાતેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.સ્પર્ધામાં વિજેતાને રૂપિયા 51 હજારથી રૂપિયા 11 હજાર સુધીના ઈનામ આપવામા… pic.twitter.com/Y1pZgFetTa
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) October 5, 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપતી મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા 2024 માં અમદાવાદની સોસાયટીઓ તથા સંસ્થાઓ ભાગ લઈ શકે છે. અમદાવાદના સાત ઝોન વાઈઝ વિજેતાઓને ઇનામો તથા ટ્રોફી આપવામાં આવશે. આ માટે તમારી સોસાયટી સંસ્થાના નામની નોંધણી કરાવી ભાગ લો. મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધા-2024,ગરબાનું આયોજન કરતી સોસાયટી કે સંસ્થાઓ અચૂકથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ સ્પર્ધામાં ભાગ લો અને નવરાત્રીને યાદગાર બનાવો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપતી મેયર વિજય પદ્મ ગરબા સ્પર્ધા 2024 માં અમદાવાદની સોસાયટીઓ તથા સંસ્થાઓ ભાગ લઈ શકે છે. અમદાવાદના સાત ઝોન વાઈઝ વિજેતાઓને ઇનામો ઉપરાંત તમામમાં પ્રથમ આવનારને રૂપિયા 51 હજાર તથા ટ્રોફી આપવામાં આવશે. આ માટે તમારી સોસાયટી… pic.twitter.com/Bh9gEqO3HZ
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) October 4, 2024
ઝોન દીઠ વિજ્તાઓને મળશે ઈનામ
ઝોન દીઠ પ્રથમ આવનાર સોસાયટી/સંસ્થા વચ્ચે તા. ૧૨-૧૦-૨૦૨૪નાં રોજ ભદ્ર પ્લાઝા ખાતે મેયર વિજ્યપદ્મ ગરબા સ્પર્ધા-૨૦૨૪ અયોજીત કરી તે પૈકી પ્રથમ આવનાર સોસાયટી/સંસ્થાને વઘાણના ઈનામ તરીકે રૂ 51,૦૦૦ તથા ટ્રોફી આપવામાં આવશે. બીજા અલગ અલગ ત્રણ ત્રણ ઈનામ રાખવામાં આવ્યા છે. પ્રથમ ઈનામમાં રૂ. 31,000 દ્વિતિય ઈનામમાં રૂ. 21,000 અને તૃતિય ઈનામમાં રૂ.11,000 રાખવામાં આવ્યા છે.
સ્પર્ધામાં ભાગ લેવા શું કરવું?
જે પણ લોકો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તે સોસાયટી/ સંસ્થાઓને નામ, સરનામું, સંચાલકનું નામ, મોબાઈલ નંબર વગેરે વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જણાવેલી ઝોનલ કચેરીમાં આસી.મેનેજર (વહીવટ)ને ૧૧-૧૦-૨૦૨૪ સુઘીમાં કામકાજના દિવસોએ સવારે ૧૧.૦૦ થી સાંજે ૦૫.૦૦ દરમ્યાન આપવાની રહેશે.
આ પણ વાંચો….શું હજુ પણ વરસાદ પડશે? શું કહે છે હવામાન ખાતું અને અંબાલાલ પટેલ?