ગુજરાતચૂંટણી 2022દક્ષિણ ગુજરાત
સુરતના મેયર સાયકલ પર સુચક બેનર સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા, લોકોને મતદાનની અપીલ કરી
સુરતઃ સુરત શહેરના પ્રથમ નાગરિક અને મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા મતદાન કરવા મતદાન માટે પહોંચ્યા હતા. જો કે ખાસ વાત એ રહી કે મેયર સાયકલ પર બેસીને મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કરવા માટે તેઓએ નવતર પ્રયોગ અપનાવ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે સુરતના મેયર સાયકલ પર બેસીને મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. આટલું જ નહીં મતદાન વધુને વધુ થાય તે માટે લોકોને મતદાન કરવાની અપીલ સાથે સાયકલ પર બેનર લગાવી મતદાન કરવા માટે નીકળ્યા હતા. મેયર હેમાલીબેન ‘આપ સૌની જવાબદારી મત આપે સૌ નર-નારી’ ના પ્લે કાર્ડ સાયકલ પર લગાવી મતદાન મથકે પહોંચ્યા