Diwali 2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ન્યૂયોર્ક સિટીના મેયરે મેનહટ્ટનના હિન્દુ મંદિરમાં દિવાળીની કરી ઉજવણી

Text To Speech

ન્યૂયોર્ક: દેશ-વિદેશમાં દિવાળીની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ત્યારે ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ અને ડેપ્યુટી કમિશનર ફૉર ઈન્ટરનેશનલ અફેર્સ દિલીપ ચૌહાણે પણ આ વર્ષે હિન્દુ સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરી હતી. બંને રાજનેતાઓએ મેનહટ્ટનના ભક્તિ સેન્ટર સ્થિત સૌથી જૂના હિન્દુ મંદિરની મુલાકાત લઈને લોકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ અવસરે દિવાળીની ઉજવણી માટે મંદિરમાં 1500થી વધુ લોકો એકઠા થયા હતા.

વ્યક્તિ અહીં સકારાત્મક ઊર્જા અનુભવે છે: એરિક એડમ્સ

એરિક એડમ્સે કહ્યું કે દિવાળીના અવસર પર આ મંદિરની મુલાકાત લેવી મારા માટે અદ્ભુત અનુભવ હતો. જ્યારે પણ તમે અહીં આવો છો ત્યારે તમને સકારાત્મક ઊર્જાનો અનુભવ થાય છે. વિશ્વને સંદેશ આપતા તેમણે કહ્યું કે માત્ર દિવાળી પર જ નહીં પરંતુ આપણે હંમેશા વિશ્વને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે કામ કરવું જોઈએ.

દિવાળી એકતાનો પ્રકાશ ફેલાવવાના સંદેશનું પ્રતીક છેઃ જો બાઇડન

રવિવારે સાંજે દિવાળીના અવસર પર, યુએસ પ્રમુખ જો બાઇડને અમેરિકા અને વિશ્વભરમાં ઉજવણી કરી રહેલા લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે દિવાળી અજ્ઞાન, નફરત અને અંધકાર ઉપર જ્ઞાન, પ્રેમ અને એકતાનો પ્રકાશ ફેલાવવાના સંદેશનું પ્રતીક છે.

આ પણ વાંચો: અયોધ્યામાં દિવાળી, પીએમ મોદીએ દીપોત્સવની સુંદર તસવીરો શેર કરી

Back to top button