ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

લંડનના મેયર દ્વારા ટ્રાફલગર સ્ક્વેર પર દિવાળી ઉત્સવનું આયોજન, લોકોએ ભારતીય ગીતો પર લીધા રાસ

  • લંડનમાં દિવાળીની ઉજવણીનો અદભૂત નજારો સર્જાયો 
  • ટ્રાફલગર સ્ક્વેર પર કલાકારોએ ભારતીય ગીતો પર કર્યો ડાન્સ
  • યુકેના વિવિધ ભાગોમાંથી તમામ સંસ્કૃતિના લોકોએ આપી હાજરી

લંડન, 30 ઓક્ટોબર : લંડનના મેયર સાદિક ખાને રવિવારે ટ્રાફલગર સ્ક્વેરમાં વાર્ષિક દિવાળી સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. બપોરે 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ, શીખ અને જૈન સમુદાયના લોકોએ યોગ વર્કશોપ અને પપેટ શોનો આનંદ માણ્યો હતો. મેયર દ્વારા આયોજિત વાર્ષિક દિવાળીની ઉજવણીમાં માત્ર લંડનના જ નહીં પરંતુ યુકેના વિવિધ ભાગોમાંથી તમામ સંસ્કૃતિના લોકોએ હાજરી આપી હતી. દિવાળી ઉત્સવની ઉજવણી દરમિયાન કલાકારોએ ભારતીય ગીતો પર ડાન્સ કરી ભારતીય વાનગીઓનો પણ આનંદ લીધો હતો.

 

 

કલાકારો ભારતીય ગીતો પર ઝૂમી ઉઠયા 

દિવાળીની ઉજવણી દરમિયાન કલાકારોએ ‘જય હો’ અને ‘જો હૈ અલબેલા’ જેવા બોલિવૂડ ગીતો પર ડાન્સ પણ કર્યો હતો. આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ ભારતીય ભોજનનો પણ આનંદ માણ્યો હતો. ભારતીય મૂળની એક યુવતીએ જણાવ્યું હતું કે, “આ પહેલીવાર છે જ્યારે હું ભારતની બહાર દિવાળીનો અનુભવ કરી રહી છું. તેથી તે મહાન લાગે છે.”

 

 

અહેવાલો મુજબ, ભારતીય મૂળના એક વ્યક્તિએ જણાવ્યું કે, “લંડનના લોકોને દિવાળીની ઉજવણી કરતા જોઈને સારું લાગે છે. આ ઉજવણીમાં મેયર સંબોધન કરતાં જોવા મળ્યા હતા. મેયર એક અદ્ભુત વ્યક્તિ છે.” જ્યારે વધુ એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે “મને ડાન્સ કરવો ગમે છે. હું પહેલીવાર ટ્રફાલ્ગર સ્ક્વેર આવ્યો છું. અહીંનું વાતાવરણ અદ્ભુત છે.”

બ્રિટનના વિવિધ ભાગોમાંથી લોકો દિવાળીની ઉજવણીમાં જોડાયા

મેયર સાદિક ખાન દ્વારા આયોજિત, દિવાળીની ઉજવણીમાં માત્ર લંડનથી જ નહીં પરંતુ યુકેના વિવિધ ભાગોમાંથી તમામ પૃષ્ઠભૂમિના લોકોને આકર્ષ્યા હતા. જેમ્સ નામના સ્થાનિક વ્યક્તિ કે જેઓ વ્યવસાયે શિક્ષક પણ છે, તેમણે પહેલીવાર દિવાળીની ઉજવણી કરી હતી. તેણે આ દિવાળીની ઉજવણીને એકદમ અવિશ્વસનીય ગણાવી હતી.” જ્યારે અન્ય સ્થાનિક  મહિલાએ જણાવ્યું કે, ” દિવાળીની ઉજવણી હું પહેલી વાર કરું છે…મને ખરેખર મજા આવી…મને ડાન્સ કરવો ગમે છે અને હું મારા મિત્ર સાથે આવી હતી અને અમે ડાન્સ કર્યો હતો. દિવાળી પ્રકાશનો તહેવાર છે. અહીંનું વાતાવરણ અદ્ભુત છે અને લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ છે. “

 

આ પણ જાણો :દેશમાં ધાર્મિક પ્રવાસનનો વિકાસ, મેરિયોટ હોટેલ ગ્રુપના સહયોગથી થયા MOU

Back to top button