ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માયાવતીએ સેંગોલ મુદ્દે સપા પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- ‘તેમની રણનીતિથી સાવધાન રહેજો’

  • સમાજવાદી પાર્ટીના સાંસદ આર.કે. ચૌધરીએ પત્ર લખીને સંસદ ભવનમાંથી સેંગોલને હટાવીને તેની જગ્યાએ બંધારણને રાખવાની માંગ કરી છે

લખનૌ, 28 જૂન: બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ શુક્રવારે સેંગોલ મામલામાં સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સપાની તમામ યુક્તિઓથી સાવધાન રહેવાની સલાહ આપી છે. બીએસપી ચીફ માયાવતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું કે, ‘સેંગોલને સંસદમાં રાખવું કે હટાવવું તેના વિશે બોલવાને બદલે સપા માટે દેશના નબળા અને ઉપેક્ષિત વર્ગોના હિતમાં કેન્દ્ર સરકારને ઘેરી લેવું સારું રહેશે. સત્ય એ છે કે આ પાર્ટી આવા મોટા ભાગના મુદ્દાઓ પર મૌન રહે છે અને સરકારમાં આવ્યા પછી નબળા વર્ગો વિરુદ્ધ નિર્ણયો પણ લે છે. તે તેમના મહાપુરુષોની પણ અવગણના કરે છે. આ પક્ષની તમામ યુક્તિઓથી સાવધાન રહેજો.’

 

સપાએ સેંગોલ વિશે શું કહ્યું હતું?

નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીએ સેંગોલને સંસદ ભવનમાંથી હટાવીને તેની જગ્યાએ બંધારણ લાવવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આર.કે. ચૌધરીએ પત્ર લખીને સેંગોલને સંસદ ભવનમાંથી હટાવવાની માંગ કરી છે. આર.કે. ચૌધરીએ કહ્યું, “બંધારણ લોકશાહીનું પ્રતિક છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે સંસદમાં સેંગોલની સ્થાપના કરી છે. ‘સેંગોલ’નો અર્થ ‘રાજદંડ’ અથવા ‘રાજાની લાકડી’ થાય છે. રજવાડા પ્રણાલીના અંત પછી દેશ આઝાદ થયો. શું હવે દેશ રાજાના દંડાથી ચાલશે કે પછી બંધારણથી? હું માગ કરું છું કે બંધારણને બચાવવા માટે સેંગોલને સંસદમાંથી દુર કરવામાં આવે.”

સપાને મળ્યું કોંગ્રેસનું સમર્થન

કોંગ્રેસ પાર્ટીએ સેંગોલ મુદ્દે સમાજવાદી પાર્ટીને સમર્થન આપ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે સેંગોલ પર સપાની માંગ ખોટી નથી. કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે, ‘ભાજપે પોતાની મરજીથી સેંગોલને સંસદમાં લાવ્યો છે. સપાની માંગ ખોટી નથી. ગૃહ બધાને સાથે લઈને ચાલે છે પરંતુ ભાજપ જ પોતાની મનમાની કરી રહી છે.’

આ પણ વાંચો: ઝારખંડના ભૂતપૂર્વ CM હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટે આપ્યા જામીન, ટૂંક સમયમાં આવશે જેલમાંથી બહાર

Back to top button