ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

માયાવતીએ કરી મોટી જાહેરાત, BSP લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન નહીં કરે

લખનૌ (ઉત્તર પ્રદેશ), 15 જાન્યુઆરી: આજે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીનો જન્મદિવસ છે. બસપા સુપ્રીમો માયાવતીએ પોતાના જન્મદિવસના અવસર પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે BSP લોકસભા ચૂંટણીમાં કોઈની સાથે ગઠબંધન કરશે નહીં અને એકલા હાથે ચૂંટણી લડશે. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર પણ જોરદાર પ્રહારો કર્યા અને કહ્યું કે અખિલેશે કાંચિડાની જેમ રંગ બદલ્યો. કાચિંડા જેમ રંગ બદલનારાઓથી સાવધાન રહેવું જોઈએ.

મફત રાશન આપીને લોકોને ગુલામ બનાવ્યા

માયાવતીએ સૌપ્રથમ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સૌનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લી ચાર સરકારો દરમિયાન અમે તમામ લોકોના કલ્યાણ અને ખુશી માટે કામ કર્યું છે. ત્યારપછીની સરકારો અમારી યોજનાઓની નકલ કરી રહી છે. આમ છતાં જ્ઞાતિવાદી, મૂડીવાદી અને સંકુચિત માનસિકતાના કારણે લોકોને આ યોજનાઓનો પૂરેપૂરો લાભ મળી રહ્યો નથી. હાલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારોએ લોકોને મફત રાશન આપીને ગુલામ અને લાચાર બનાવી દીધા છે. આ દિવસોમાં દેશમાં ધર્મ અને સંસ્કૃતિની રાજનીતિ થઈ રહી છે, તેનાથી લોકતંત્ર અને બંધારણ જ કમજોર થશે.

બસપા એકલા હાથે ચૂંટણી લડશે

માયાવતીએ કહ્યું કે વિરોધ પક્ષની સરકારને કારણે દલિતોનો સંપૂર્ણ વિકાસ થઈ શકતો નથી. દેશમાં SC-ST અને અન્ય વર્ગોને સરકારી નોકરીઓમાં આપવામાં આવતી અનામતનો પૂરો લાભ નથી મળતો. અન્ય કેસોમાં પણ સ્થિતિ દયનીય છે. તેમણે કહ્યું કે જે રીતે સપાના વડાએ તાજેતરમાં વિપક્ષના I.N.D.I.A ગઠબંધનને લઈને બસપાના લોકોને ગેરમાર્ગે દોરવાના ઉદ્દેશ્યથી કાચિંડો જેવા રંગ બદલ્યા છે, પાર્ટીના લોકોએ સાવધાન રહેવું જોઈએ. માયાવતીએ કહ્યું કે તે આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. તેમણે કહ્યું કે ગઠબંધન સાથે ચૂંટણી લડવાથી માત્ર ભાગીદાર પાર્ટીને જ ફાયદો થાય છે, તેથી બસપા એકલા હાથે ચૂંટણી લડશે.

ઈવીએમ સિસ્ટમ બંધ થઈ શકે છે

માયાવતીએ કહ્યું કે EVM વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં આ સિસ્ટમ ખતમ થઈ શકે છે. આથી પક્ષના સમર્થનમાં વધારો કરતા રહેવું જરૂરી છે. સાથે જ ગઠબંધનને લઈને પાર્ટીનું માનવું છે કે આ મામલે અત્યાર સુધીનો અનુભવ એ રહ્યો છે કે ગઠબંધનથી બસપાને ઓછો ફાયદો અને વધુ નુકસાન થઈ રહ્યું છે અને વોટ ટકાવારીમાં ઘટાડો થાય છે. ગઠબંધન કરનારા પક્ષને વધુ ફાયદો થાય છે. આ કારણે મોટાભાગની પાર્ટીઓ બસપા સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે. પરંતુ અમારે બસપાના ફાયદા વિશે પણ વિચારવું પડશે, આથી આગામી ચૂંટણીમાં અમે એકલા હાથે લડીશું.

હું હજુ નિવૃત્ત નથી થઈ

માયાવતીએ આ પ્રસંગે કહ્યું કે, મેં થોડા સમય પહેલાં મારા ભત્રીજાને પક્ષનું સુકાન સોંપ્યું ત્યારે લોકો એવી વાતો કરવા લાગ્યા કે હું હવે રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ. જોકે એવું જરાય નથી. હું નિવૃત્ત થઈ નથી. હું મારા પક્ષને મજબૂત કરવા માટે સતત સક્રિય રહીશ.

આ પણ વાંચો: યુપી રાજકારણ: માયાવતીને મનાવવા અખિલેશ યાદવે લગાવી તાકાત

Back to top button