ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIDEO: ચાલુ ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડી, હવે કેવી છે હાલત?

Text To Speech

અમદાવાદ, 11 ફેબ્રુઆરી 2025: ડાયરાના બેતાજ બાદશાહ કહેવાતા ગુજરાતના લોકલાડીલા કલાકાર માયાભાઈ આહિરની ગત રાતે કડીના ઝુલાસણ ગામમાં ચાલું ડાયરામાં અચાનક તબિયત ખરાબ થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.

અહીં ઉલ્લેખનિય છે કે માયાભાઈ આહિરને પ્રોગ્રામ દરમ્યાન અચાનક તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા ડાયરાના કાર્યક્રમને પડતો મુકી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડોક્ટર્સની દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

ત્યારે હવે માયાભાઈ આહિર તરફથી તેમની હેલ્થ અપડેટને લઈને સારા સમાચાર મળી રહ્યા છે. માયાભાઈ આહિર એક વીડિયો મેસેજમાં તેમના ચાહકોને જણાવી રહ્યા છે કે કોઈ ચિંતા કરવા જેવી નથી, આપણે એકદમ રેડી છીએ. આ વીડિયો જોયા બાદ ગુજરાતના ડાયરાના ચાહકો અને ખાસ માયાભાઈ આહિરને પ્રેમ કરતી જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અહીં ઉલ્લેખનિય છે કે માયાભાઈ આહિર તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. ચર્ચામાં રહેવા પાછળનું કારણ માયાભાઈ આહિરના નાના દીકરા જયરાજના લગ્ન છે. જયરાજના લગ્નમાં માયાભાઈ આહિરે મનમુકીને ખર્ચો કર્યો અને ખૂબ એન્જોય કર્યું હતું. જયરાજના લગ્નમાં કેટલીય મોટી હસ્તીઓ, નેતાઓ, કલાકારો સહિતના હજારો લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: અંબાજી : લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં માઇભક્તોને ડોલાવ્યા, તો ગાયિકા સાત્વની ત્રિવેદીએ બોલાવી રાસની રમઝટ

Back to top button