ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

ભગવાન યોગીજીને લાંબુ આયુષ્ય આપે, મહાકુંભની વ્યવસ્થા જોઈ સુધા મૂર્તિ ગદગદ થયાં

Text To Speech

પ્રયાગરાજ, 22 જાન્યુઆરી 2025: રાજ્યસભા સાંસદ અને સમાજસેવી સુધા મૂર્તિએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ભાગ લીધો હતો અને પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ દરમ્યાન તેમણે તર્પણ કરી પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી. તેઓ ત્યાં ત્રણ દિવસ સુધી રોકાશે. તેમણે કહ્યું કે, તેઓ ત્રણ દિવસ સંગમમાં સ્નાન કરશે અને પોતાના પૂર્વજોને તર્પણ આપશે આ દરમ્યાન તેમણે મહાકુંભમાં કરવામાં આવેલી વ્યવસ્થા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કર્યા હતા.

ઈંફોસિસ ફાઉંડર નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિએ કહ્યું કે, મેં ત્રણ દિવસનો સંકલ્પ લીધો હતો. કાલે મેં પવિત્ર સ્નાન કર્યું. આજે પણ કરીશ અને કાલે પણ કરીશ. પોતાના પરિવારની ધાર્મિક પરંપરાઓ વિશે વાત કરતા મૂર્તિએ કહ્યું કે, મારા નાના-નાની અને દાદા-દાદી અહીં ન આવી શક્યા. એટલા માટે હું તેમના નામ પર તર્પણ કરવાનું જરુરી સમજી. આવું કરીને મને બહુ ખુશી થઈ.

સુધા મૂર્તિએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ વિશાળ આયોજનના પ્રયાસોના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, યોગીજીના નેતૃત્વમાં અહીં જેટલું સારુ કામ કર્યું છે, તે વખાણવાલાયક છે. હું તેમના લાંબા આયુષ્યની કામના કરુ છું. તેમણે અહીં લોકોને મફતમાં કેટલીય વ્યવસ્થા આપી છે.

આ પણ વાંચો: મહાકુંભ 2025: પ્રયાગરાજમાં યોગી કેબિનેટની આજે બેઠક, 54 મંત્રીઓ સાથે સંગમમાં ડુબકી લગાવશે

Back to top button