મે મહિનાની ઠંડીએ તોડ્યો 36 વર્ષનો રેકોર્ડ, મેની શરુઆતમાં ફેબ્રુઆરી જેવો અહેસાસ
દર વર્ષે મે મહિનામાં જ્યાં લોકોને ગરમીની સાથે લૂનો પણ સામનો કરવો પડે છે ત્યારે આ વર્ષે મે મહિનામાં લોકો ફેબ્રુઆરી જેવો અનુભવ કરી રહ્યા છે. હરિયાણા-પંજાબમાં વરસાદ બાદ તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે.
વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો
હવામાનમાં સતત બદલાવ આવવાને કારણે આ વખતે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નીચે જઈ રહ્યું છે. આ વખતે મે મહિનમાં ફેબ્રુઆરી જેવો અનુભવ થઈ રહ્યો છે. પંજાબ અને હરિયાણાના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. અને લુધિયાણા શહેરમાં 13 ડિગ્રીનો રેકોર્ડ ઘટાડો નોંધાયો છે અને તાપમાનનો પારો 24.8 ડિગ્રી પર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે મે મહિનાના બે સપ્તાહ ગરમીથી રાહત મળશે.
36 વર્ષમાં પહેલીવાર ચંદીગઢમાં નોંઘાયું આટલું તાપમાન
આ વખતે મે મહિનાની શરૂઆત જ ઠંડી સાથે થઈ છે. 36 વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે ચંદીગઢનું મહત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હરિયાણા-પંજાબના ઘણા જિલ્લાઓમાં વરસાદની સાથે કરા પડવાને કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હરિયાણાના ગરમ વિસ્તારોમાં સમાવિષ્ટ હિસારની વાત કરીએ તો ગયા વર્ષે મે મહિનામાં જિલ્લાનું તાપમાન 47.5 ડિગ્રી સેલ્સિયસ હતું જે આજે 23.4 ડિગ્રી સેલ્સિયસ છે.
14 મે પછી તાપમાનમાં થશે વધારો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા અને પંજાબમાં વરસાદ અને કરા માટે યલો એલર્ટ ચાલુ છે. અત્યારે પંજાબ અને હરિયાણાના ઘણા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હવે 14 મે પછી તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે.
આ પણ વાંચો : ગુજરાતનું નવું શૈક્ષણિક કેલેન્ડર થયું જાહેર, જાણો વેકેશનથી માંડીને તમામ વિગતો