ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘2025 તમારા માટે ખુશીઓ લઈને આવે’ રાષ્ટ્રપતિ મૂર્મૂ અને PM મોદીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી

  • દેશના ખૂણે ખૂણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, મોડી રાતથી જ લોકોએ એકબીજાને શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું

નવી દિલ્હી, 1 જાન્યુઆરી, 2025: નવું વર્ષ 2025 શરૂ થતાં જ આખો દેશ ઉજવણીમાં ડૂબી ગયો છે. દેશના ખૂણે ખૂણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. મોડી રાતથી જ લોકોએ એકબીજાને શુભકામનાઓ આપવાનું શરૂ કરી દીધું છે. આ સાથે જ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

દેશવાસીઓને નવા વર્ષની શુભકામના

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે, ‘દરેકને નવા વર્ષની શુભકામનાઓ! વર્ષ 2025 બધા માટે સુખ, સંવાદિતા અને સમૃદ્ધિ લઈને આવે! આ અવસર પર, ચાલો આપણે ભારત અને વિશ્વ માટે ઉજ્જવળ, વધુ સમાવેશી અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે સાથે મળીને કામ કરવાની આપણી પ્રતિબદ્ધતાનો એક નવો સંકલ્પ લઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને નવું વર્ષ દરેકના જીવનમાં સુખ-સમૃદ્ધિ લઈને આવે તેવી શુભકામના આપી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, “2025 માટે ઘણી શુભેચ્છાઓ. આ વર્ષ દરેક માટે નવી તકો, સફળતા અને અનંત ખુશીઓ લઈને આવે. બધાને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના આશીર્વાદ મળે.”

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છા – આપણા ગણતંત્રની યાત્રામાં આ એક મહત્ત્વપૂર્ણ વળાંક છે. નવું વર્ષ આપણા બંધારણની સદીના છેલ્લા ક્વાર્ટરમાં પ્રવેશનું પ્રતીક છે. 2047માં વિકસિત ભારત તરફ આગળ વધવું, આપણા બંધારણ નિર્માતાઓના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાને ફરીથી સમર્પિત કરવાનો સમય છે. ચાલો આપણે રાષ્ટ્રને સર્વોપરી રાખવાના સંકલ્પ સાથે લોકતાંત્રિક મૂલ્યોનું સંવર્ધન કરીને સંકલ્પ સાથે આગળ વધીએ. આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ, હું આશા રાખું છું કે આ વર્ષ આપના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને ખુશીઓ લઈને આવે.

રાહુલ ગાંધીએ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર લખ્યું કે, “તમને બધાને નવા વર્ષની શુભકામનાઓ, હું આશા રાખું છું કે આ વર્ષ તમારા જીવનમાં નવો ઉત્સાહ, નવો આનંદ અને ખુશીઓ લઈને આવે.”

આ પણ જૂઓ: નવા વર્ષના પ્રથમ દિવસે સોનું-ચાંદી થયું સસ્તું, જાણો આજનો લેટેસ્ટ ભાવ

Back to top button