છેલ્લાં બે-ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ફરી એક વાર માવઠું આવવાની શક્યતા રહેલી છે.
13 અને 14 માર્ચે માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 4 દિવસ બાદ ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને 13 અને 14 માર્ચના માવઠું થશે. ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થતા તેની અસર ગુજરાતમાં જોવા મળશે.
‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની શક્યતા
‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13મી માર્ચે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે. તદુપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે આગામી 13 માર્ચથી ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે.
બેવડી ઋતુનો થશે અહેસાસ
વરસાદના કારણે તાપમાન પણ ઘટતું હોવાથી રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. માર્ચ અંત સુધી રાજ્યમાં ડબલ સિઝન રહી શકે છે. આમ ડબલ સીઝનના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે છે.’ જેના કારણે રોગચાળાની શક્યતા રહેલી છે. તેમજ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : ‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ ‘અંગૂરી ભાભી’એ લીધા છૂટાછેડા, આ કારણે 19 વર્ષનો સંબંધ થયો સમાપ્ત