ભર ઉનાળે માવઠાની આગાહી ! જાણો ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ
હાલમાં શિયાળાની વિદાય થયા પછી પણ રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામા આવી છે. હવામાનના વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપ થવાથી કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.
જાણો ક્યારે પડશે માવઠુ ?
તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 અને 5 માર્ચે કચ્છમાં માવઠાનું અનુમાન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં 3 માર્ચથી જ વાદળ છાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે જુનાગઢ, દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. આ કમોસમી વરસાદને કારણે ખોડૂતોના પાકને નુકશાનની ભિતી રહેલી છે.
આ કારણે કમોસમી વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. તો બીજી તરફ હવામાન વિભાગે આ વર્ષે ઉનાળો આકરો રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : આલોક બિલ્ડર્સ અને હિતેશ ફલોટેકે કોંક્રિટ ફલોરિંગ ઉદ્યોગમાં બનાવ્યો નવો જ રેકોર્ડ