આજથી બે દિવસ માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા વધી, હવામાન વિભાગે આપી સૂચના
રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભર ઉનાળે રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. થોડા દિવસ પહેલા જ રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ ત્યારે એક મુશીબતમાંથી હજુ ખેડૂતો ઉભર્યા નથી ત્યા તો ફરી એક વાર કમોસમી વરસાદની આગાહીને પગલે ફરી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.
હવામાન વિભાગની આ જિલ્લામાં માવઠાની આગાહી
હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ આજથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છ, વલસાડ, સુરત, તાપી,નર્મદા, પાટણ, દાહોદ, બનાસકાંઠા,સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા
ગુજરાતભરમાં કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કમોસમી માવઠાથી કેરી, ઘઉં, ચણા, જીરું સહિતના વિવિધ પાકોને નુકસાન સર્જાવાની ભિતી છે. જેથી હવામાનની પગલે માર્કટ યાર્ડ તથા ખેડૂતોને ખુલ્લી ખેત પેદાશોને ઢાંકી રાખવાની પણ જાણ કરવામાં આવી છે.
આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 13 માર્ચથી એટલે કે આજથી આગામી બે દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. તેમજ વરસાદના કારણે તાપમાન ઘટશે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે.
આ પણ વાંચો : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને