ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં કોલ્ડ વેવ વચ્ચે માવઠાની આગાહી

Text To Speech

રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર યથાવત છે. તેની વચ્ચે 28 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક જીલ્લાઓમાં માવઠું થવાના આશંકા છે. જો કે તે સાથે 29 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર ઘટે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઇ છે.

રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર યથાવત્

રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર હજુ પણ યથાવત્ છે. સૂસવાટાભર્યા પવનને કારણે લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. દિવસ દરમિયાન સૂર્ય પ્રકાશ પણ ઓછો રહેતો હોવાથી દિવસનું તાપમાન પણ ઓછું રહે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું છે.

ઠંડી-humdekhengenews

માવઠાની આગાહી

રાજ્યમાં કાતિલ ઠંડીના જોર વચ્ચે 28 જાન્યુઆરીએ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં વરસાદ પડવાની આગાહી કરાઇ છે. માવઠાના કારણે ઠંડીની અસર વધી શકે છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના વિદિશામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરનો પરિવાર સાથે સામૂહિક આપઘાત

કચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ સ્થળ

બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં હાલ કોલ્ડવેવની અસર જોવા મળી રહી છે. કચ્છનું નલિયા 3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે જ્યારે ભૂજ અને કંડલામા 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદ અને ડીસામાં 9 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Back to top button