10 જૂન સુધી ગુજરાતમાં માવઠાનાં એંધાણ
આજ રોજથી 10 જૂન સુધી વાતાવરણમાં અણધાર્યા પલટાના યોગ આ વર્ષે હવામાનમાં અચાનક જ પલટા આવવાના સંખ્યાબંધ કિસ્સા સામે આવ્યા છે. રવિવારે પણ અમદાવાદમાં મીની વાવાઝોડા સ્વરૂપે ધોધમાર વરસાદ સાથે કરાં પડ્યા હતા. જ્યોતિષોએ આગાહી કરી છે કે, 10 જૂન સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અણધાર્યા પલટા આવવાના યોગ છે. આ દરમિયાન જ અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે.
જ્યોતિષોએ કરી આગાહી:
જ્યોતિષોના જણાવ્યા અનુસાર, 2 જૂને દરિયાકિનારા અને અન્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 4 અને 5 જૂને પવન અને વંટોળથી ચોમાસાની છડી પોકારતા વાદળો આવશે અને રોહિણી નક્ષત્રનો વરસાદ અમુક ભાગમાં થવાની શક્યતા છે. 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે અને ધીમે-ધીમે સમયવાહી પ્રવાહ જોર પકડશે. 10 જૂનની આસપાસ કેટલાક ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 14, 15 અને 17, 18 જૂને ચોમાસાની ગતિવિધિ જણાશે.
કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે:
ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 4 જૂન સુધી અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે. મે મહિના બાદ અરબી સમુદ્રમાં પણ હલચલની શક્યતા છે. 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે.
આ પણ વાંચો: પોલીસ બની જાનૈયા ! સાફા બાંધી, DJના તાલ સાથે 144 ગુનામાં વોન્ટેડ રીઢા આરોપીને LCBએ દબોચ્યો