ઉત્તર ગુજરાત

ધાનેરા વિધાનસભામાં હજારો સમર્થકોની ઉપસ્થિતિમાં માવજી દેસાઈ એ ઉમેદવારી નોંધાવી

  • બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ને એક વ્યક્તિ એ ખતમ કરી નાખી: માવજી દેસાઈ
  • ધાનેરા વિધાનસભા ને બચાવવા માટે સર્વ સમાજ (ઈતર સમાજ) એક જુટ થયો
  • ધાનેરા અને દાંતીવાડા ની જનતા એ આપેલ પ્રેમને હું કદાપિ ભુલી શકુ નહી

પાલનપુર : બનાસકાંઠા જીલ્લામાં એક વ્યક્તિના ઈશારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટીકીટ ની વહેચણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે સમગ્ર ગુજરાત રબારી સમાજ ના આગેવાન, ભાજપ ના દિગ્ગજ નેતા અને ડીસા માર્કેટયાર્ડ ના ચેરમેન માવજી દેસાઈ એ હજારો સમર્થકો ની ઉપસ્થિતિમાં ધાનેરા વિધાનસભા માં ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટ વહેચણીમાં કકળાટ થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીલ્લાની અનેક સીટ ઉપર જીતી શકે તેવા ઉમેદવારો ની અવગણના કરતાં ઉહાપોહ મચી જવા પામ્યો છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પણ ભાજપ માટે કપરા ચઢાણ જેવી સ્થિતિ બની રહી છે. જેમાં ધાનેરામાં પણ ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત રબારી સમાજ ના આગેવાન માવજી દેસાઈ એ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. માવજી દેસાઈ, બળવંતભાઈ બારોટ અને કેવળજી ઠાકોર એ હજારો સમર્થકો ના આશિર્વાદ થી ઉમેદવારી પત્ર રજુ કરવામાં આવ્યું હતું. સર્વ સમાજના આગેવાનો એ ધાનેરા વિધાનસભા ઉપર ચાલુ વર્ષે ઈતર સમાજ ના ઉમેદવાર ને વિજેતા બનાવવા માટે હાકલ કરવામાં આવી હતી. જેથી હવે ધાનેરામાં ચૌધરી પટેલ વર્સીસ ઇતર જ્ઞાતિ જેવી સ્થિતિ બની છે. ધાનેરામાં કોંગ્રેસે ચૌધરી પટેલ અને ભાજપે પણ ચૌધરી પટેલ જ્ઞાતિના જ ઉમેદવાર ને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. તેવામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી હારેલા માવજી દેસાઈ છેલ્લા પાંચ વર્ષથી સતત ધાનેરા મત વિસ્તારમાં લોકો વચ્ચે રહી કામ કરી રહ્યા હતા પરંતુ તેમને ટિકિટ ન ફાળવતા તેઓએ નારાજ થઈ ગુરૂવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

આ પણ વાંચો : ‘દેશમાં ડરનો માહોલ, સંસદમાં બોલવા દેતા નથી…’, રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર

આ અંગે માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે બનાસકાંઠા જીલ્લામાં ભાજપ પક્ષે એક વ્યક્તિના ઈશારે ટિકિટો ફાળવણી કરી છે. જેથી ઈતર સમાજ ખૂબ જ નારાજ થયો છે અને ઇતર સમાજના હજારો લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી મેં ઉમેદવારી પત્ર ભર્યું છે.

ડીસામાં 17 ઉમેદવારોએ 24 ફોર્મ ભર્યા

ડીસા વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરવાની અવધિ પૂર્ણ થતા અંતિમ દિન સુધી કુલ 24 ફોર્મ ભરાર્યા હતા. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ફોર્મ ભરવાની આજે અંતિમ દિવસ પૂર્ણ થતા ડીસા બેઠક માટે કુલ 24 ફોર્મ ભરાયા હતા. ડીસા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી તેમજ વિવિધ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો થઈ 17 વ્યક્તિઓએ કુલ 24 ફોર્મ ભર્યા હતા.જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા. હવે આવતીકાલે ફોર્મ ની ચકાસણી થશે અને 21 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય 21 નવેમ્બરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

Back to top button