જૂનાગઢ, 5 ફેબ્રુઆરી 2024, શહેરના એક કાર્યક્રમમાં મુંબઈના કુખ્યાત સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. મુફ્તી સલમાન અઝહરીને ગુજરાત ATSએ મુંબઈના ઘાટકોપરથી દબોચી લીધો છે.ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવવામાં આવ્યો છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવશે. સ્થાનિક પોલીસને જાણ કરીને ગુજરાત પોલીસ અઝહરીને ગુજરાત લાવી રહી છે.
View this post on Instagram
ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા
31 જાન્યુઆરીએ જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસનમુક્તિ માટેના કાર્યક્રમ અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ વિદ્યાલય ખાતેની આ સભામાં વક્તા તરીકે મુ્ંબઈના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં હતા. તેમણે પોતાના વક્તવ્ય દરમિયાના ઉપસ્થિત ટોળાને ઉશ્કેરવાના પ્રયાસ કર્યા હતા. તેમના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તરત જ વાઇરલ થયા હતા. આ વીડિયો વાઇરલ થતાં જ જૂનાગઢ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસે આ કાર્યક્રમના આયોજકોની ધરપકડ કરી હતી અને સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી
આ કેસની ગંભીરતા જોતાં ગુજરાત ATS પણ હરકતમાં આવી ગઈ હતી.એટીએસની ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી અને મહારાષ્ટ્ર એટીએસ તથા સ્થાનિક પોલીસની મદદથી સલમાન અઝહરીના ઘાટકોપર ખાતેના નિવાસસ્થાને પહોંચી તેને દબોચી લીધો હતો.અઝહરીને ગુજરાત લાવ્યા બાદ ATSની ટીમ તેની પૂછપરછ કર્યા બાદ જૂનાગઢ પોલીસ તેની તપાસ કરશે. અઝહરી પોતાના વિવાદાસ્પદ વક્તવ્યો અને ભડકાઉ ભાષણ માટે કુખ્યાત છે. તેણે અગાઉ પણ આવા ભડકાઉ ભાષણો કર્યા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
આ પણ વાંચોઃજૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત