ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મદનીએ ઓક્યું ઝેરઃ કહ્યું- “અમારું ખાવા-પીવાનું અને કપડાં પસંદ નથી તો બીજે ક્યાંક ચાલ્યા જાઓ”

Text To Speech

દેવબંદમાં જમીયતના ત્રીજા તબક્કાના અધિવેશનમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચનો સાથે અનેક પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. સંમેલનના બીજા દિવસે મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે “આટલું દુઃખ સહન કરવા છતાં અમે મૌન છીએ. આ તો આપણી ધીરજની કસોટી છે”. વધુમાં તેણે કહ્યું કે, “અમારું ખાવાનું પહેરવું ન ગમે તો અમારી સાથે ના રહે, બીજે ક્યાંક જાવ.” જમિયત ઉલેમા-એ-હિંદના બે દિવસીય સત્રમાં ઉલામા દેશની વર્તમાન સ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા દિવસે ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા.

મદનીના નિવેદનથી ગરમાયું રાજકારણ
જમીયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય સંમેલનમાં કોમી વાતાવરણ બગાડનારાઓની આકરી ટીકા કરવામાં આવી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ રાજ્યસભા સાંસદ મૌલાના મહમૂદ મદનીએ મુસ્લિમોને દેશ છોડીને પાકિસ્તાન જવાની સલાહ આપનારા પર નિશાન સાધ્યું. મૌલાના મહમૂદ મદનીએ કહ્યું કે “અમારો ધર્મ અલગ છે, અમારો પહેરવેશ અલગ છે, અમારી ખાવા-પીવાની અને પહેરવાની રીત પણ અલગ છે. જો તમને અમારો ધર્મ સહન ન થાય તો તમે બીજે ક્યાંક જાઓ.” મૌલાના મદનીએ કહ્યું કે “તેઓ અમને સહેજપણે કહે છે કે પાકિસ્તાન જાવ. અરે તમને પાકિસ્તાન જવાનો મોકો ન મળ્યો. અમને તક મળી પરંતુ અમને નકારી કાઢવામાં આવ્યા.”

(ફાઈલ તસવીર)

સંમેલનના બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદ, મથુરા શાહી ઇદગાહ અને કોમન સિવિલ કોડ અંગે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જેને સંમેલનમાં ઉપસ્થિત ઉલમાઓએ ખુલ્લુ સમર્થન આપ્યું હતું. કહ્યું કે કોમન સિવિલ કોડને સાંખી લેવામાં આવશે નહીં, દરેક સ્તરે તેનો વિરોધ કરવામાં આવશે. સ્વાભાવિક છે કે સંમેલનના મંચ પરથી છેલ્લા દિવસે મૌલાના મહમૂદ મદનીના નિવેદન વધુ વિવાદ ઉભા કરશે.

સરકાર બળજબરીથી સિવિલ કોડ લાવશે તો વિરોધ કરશે
શાહજહાંપુરના પ્રોફેસર મૌલાના નૌમાનીએ કોમન સિવિલ કોડનો પ્રસ્તાવ મૂકતા તેની પાછળ સરકારનો ઈરાદો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સરકાર ‘મુસ્લિમ પર્સનલ લૉ’ ને નાબૂદ કરવા માટે તેને લાવી રહી છે. જે કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે દેશનો કાયદો બધાને સમાન અધિકાર આપે છે. જો સરકાર બળજબરીથી કોમન સિવિલ કોડ લાવે તો તેનો દરેક રીતે વિરોધ કરવામાં આવશે.

Back to top button