મૌલાના અઝહરી સામે પાસા હેઠળ કાર્યવાહી, વડોદરા જેલ હવાલે કરાયો
જૂનાગઢ, 22 ફેબ્રુઆરી : છેલ્લા થોડાં દિવસોથી જેલમાં બંધ અને વિવિધ ભડકાઉ ભાષણના કારણે ગુજરાતની વિવિધ જેલમાં રહેલા મૌલાના અઝહરીને આખરે રાહત મળી હતી પરંતુ હવે તેના પર પાસા લાગ્યો છે. જેમાં પાસપોર્ટ જમા, હાજરી સહિતની શરતે જામીન મંજૂર થયા છે. મોડાસામાં ભડકાઉ ભાષણ આપતા ફરિયાદ નોંધાઈ છે. 24 ડિસેમ્બરે ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું.
અઝહરી પર પાસા લાગશે
મૌલાના અઝહરીની મુશ્કેલી વધી રહી છે. જેમાં સાબરમતી જેલમાંથી વડોદરા જેલ લઈ જવાની જોગવાઈ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ 3 ગુના નોંધાયા હોવાથી કરવામાં પાસા કરવામાં આવી છે. છેલ્લા થોડાં જ સમયમાં ભડકાઉ ભાષણ બદલ અલગ અલગ 3 ગુના નોંધાયા હતા. જેના માટે જુનાગઢ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરાઈ હતી.
દર મુદતમાં હાજર રહેવા કોર્ટનો આદેશ
કોર્ટે મૌલાના માટે દર મુદતમાં હાજર રહેવા કોર્ટનો આદેશ આપ્યો છે. તેમજ જાહેરમાં ફરી આવું ભાષણ ન આપવાની શરતે મળ્યા જામીન આપવામાં આવ્યા છે. આ દરમિયાન નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. તેમજ દર મુદતમાં હાજર રહેવા કોર્ટનો આદેશ આપ્યો છે.