સ્પોર્ટ્સ ડેસ્કઃ આગામી 17મી જૂને રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલ આ મેચ માટેની ટીકિટના દરની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઇસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન એમ ત્રણ ભાગમાં ટીકિટના દર નક્કી કરાયાં છે. એટલું જ નહીં, આ મેચ માટે ખાસ કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે અને તેની ટીકિટના દર પણ જાહેર કરાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આ ટીકીટ ઓનલાઈન મળશે અને આ સિવાય અન્ય સ્થળે ઓફલાઇન વેચાણ પણ શરૂ કરવામાં આવશે.
વિશ્વસનીય સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભારત-આફ્રિકા મેચ માટે ઇસ્ટ સ્ટેન્ડમાં લેવલ 1, 2 અને 3 માટે ટીકીટના દર 1000 રૂપિયા છે. જયારે વેસ્ટ સ્ટેન્ડનાં લેવલ-1 માટે 1500 રૂપિયા અને લેવલ 2 અને 3 માટે 2000 રૂપિયા છે. આ ઉપરાંત વેસ્ટ સ્ટેન્ડમાં કોર્પોરેટ બોક્સ (15 સીટ)નો દર 7000 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ સિવાય સાઉથ પેવેલિયનમાં લેવલ-1 (ડીનર સાથે )નો દર 7000 રૂપિયા, લેવલ-2 ( બ્લોક AથીD ) 4000 રૂપિયા, લેવલ-3 ના 2500 રૂપિયા ઉપરાંત કોર્પોરેટ બોક્સ (15 સીટ)નાં 8000 રૂપિયા રાખવામાં આવ્યા છે.