ચાઈનીઝ દોરી પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે, આમ છતા પણ પોતાની પતંગ કોઇ ન કાપી શકે તેવી ઘેલછાને કારણે લોકો ચાઇનીઝ દોરી ખરીદતા પણ હોય છે અને વેપારીઓ વેચતા પણ હોય છે. ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણના તહેવાર દરિમયાન અનેક લોકોના ભોગ લેવાય છે. ત્યારે આજે વધુ એક ચાઈનીઝ દોરીએ મહેસાણામાં 4 વર્ષીય બાળકીનો જીવ લીધો છે.
મળતી માહિતી મુજબ વિસનગરના કડા દરવાજા નજીક 4 વર્ષીય માસૂમ દીકરીનું ચાઈનીઝ દોરી વાગતાં મોત નિપજ્યું હતું. જેના પગલે ઉત્તરાયણના દિવસે સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું છે. માતા બાળકીને તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી બાળકીના ગળામાં વાગી હતી.
મળતી માહિતી મુજબ ઠાકોર રણજીતજી હરગોવનજીની 3 વર્ષની બાળકી ક્રિષ્નાબેન રણજીતજી ઠાકોર જેઓ આજરોજ એમના મમ્મી તેડીને આવતા હતા ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવી જતા માસૂમ દીકરી ચાઇનીઝ દોરીનો શિકાર બની હતી અને ઈજાગ્રસ્ત થતા જીવ ગુમાવ્યો હતો. જ્યા બાળકીને દોરી વાગતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો : આવતીકાલે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ !