ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી
સોરઠ પંથકમાં ક્રિપ્ટો કરન્સીના રોકાણના નામે ફૂલેકુ ફેરવનાર ભેજાબાજ ઝડપાયો
સોરઠ પંથકમાં અલગ અલગ વ્યક્તિઓને ઊંચા નફાની લાલચ આપી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવાયું હતું. બાદમાં લાખો રૂપિયાનું ફુલેકું ફેરવનાર મુખ્ય ભેજાબાજ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચ અને જૂનાગઢ એસઓજીની ટીમે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
એક્સ આર્મીમેનનું રૂ.3.60 લાખનું કરી નાંખ્યું
જૂનાગઢ ખાતે એક ટોળકી દ્વારા નિવૃત આર્મીમેનને પૈસાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં 3.60 લાખનું રોકાણ કરાવી શરૂઆતમાં નફો બતાવી ત્યારબાદ પૈસા લઈ નસાી ગયાં હતાં. આ ટોળકીએ જૂનાગઢમાં ઘણા બધા લોકોને પોતાનો શિકાર બનાવી કરોડો રૂપિયા ચાંઉ કર્યા હતાં. બાદમાં આ માસ્ટરમાઈન્ડ આરોપી જૂનાગઢથી નાસીને સુરત આવી ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી જૂનાગઢ એસઓજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપી ઈસીમાં માસ્ટર ડિગ્રી મેળવેલો હોવાથી કોમ્પ્યુટરનો સારો જાણકાર
લાખોનું ફુલેકુ ફેરવી જનાર આરોપીની શોધખોળમાં પોલીસ હતી ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે અડાજણ એલપી સવાણી સ્કૂલ પાસેથી આરોપી કિશન અશોકભાઈ બોરખતરીયા(ઉ.વ.આ.26)ને ઝડપી લીધો હતો. આરોપી કિશન ઈસીમાં માસ્ટર ડિગ્રી મેળવેલો હોવાથી કોમ્પ્યુટરનો સારો જાણકાર હતો. જૂનાગઢમાં ટ્રેડિંગનો ધંધો કરતો હતો. સાતે જ પોતે ઈએસપીએન કંપનીના એજન્ટ હોવાનું જણાવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતો હોવાનું કહેતો હતો. ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવતી હતી.24 હજારની વ્યાજ પણ એક અઠવાડીયામાં 3 લાખથી વધુનું ચુકવ્યું હતું. બાદમાં નાસી ગયો હતો. પોલીસ સામે કિશને કબૂલાત કરી હતી કે તેણે ઘણા લોકોને આ રીતે પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે.