ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

દીવ નગરપાલિકાની ચૂંટણીમાં વરસતા વરસાદે 60.88% જેવું જંગી મતદાન

Text To Speech
દીવ નગરપાલિકાની સત્તા માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. 7 વોર્ડની 28 બેઠક માટે આજે થયેલા મતદાનમાં 10802 માંથી 6576 મતો પડ્યા હતા એટલે કે 60.88 % જેટલું જંગી મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ રાજકીય પક્ષોએ પોત પોતાની જીતના દાવાઓ કર્યા હતા. જો કે કોની જીત થાય છે અને કોને હારનો સામનો કરવો પડે છે તે આગામી તારીખ 9ના રોજ જ્યારે પરીણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે હાલ તો આ સમગ્ર કાવાદાવાઓ ભર્યા નારિયેળ સમાન છે.
એક સમયે ઉમેદવારો પણ ચિંતિત બન્યા હતા
મહત્વનું છે કે, આજે દીવ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વરસાદ પણ જાણે ઉમેદવારો માટે વેરી બન્યો હતો અને સતત વરસતા વરસાદમાં લોકોએ મતદાન કર્યું હતું. એક સમયે ઉમેદવારો પણ ચિંતિત બન્યા હતા કે વરસાદના કારણે તેમના તરફી મતદાન ઓછું થશે તો તેઓ હારશે કે પછી જીતશે ? ત્યારે સાંજ સુધીમાં 60%થી પણ વધુ મતદાન થતાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ થોડો તો રાહતનો શ્વાસ લીધો હતો.
શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા થાય તે માટે પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા
મહત્વનું છે કે, દીવ પ્રશાસન દ્વારા શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા થાય તે માટે પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા હતા અને પોલીસ તંત્ર દ્રારા તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર સતત ખડેપગે રહ્યું હતું. ઉપરાંત દીવ જિલ્લા કલેકટર ફવર્મન બ્રહ્માએ પણ દરેક વોટીંગ બુથની રૂબરૂ મુલાકાત લીધી હતી.
નગરપાલિકાના 13માંથી 6 વોર્ડ બિનહરીફ થઈ ચુકયા 
ઉલ્લેખનીય છે કે દીવ નગરપાલિકાના 13માંથી 6 વોર્ડ બિનહરીફ થઈ ચુકયા છે ત્યારે હવે 7 વોર્ડમાં ચુટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, આ ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત છે તેવું ભાજપના ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓ દાવો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ જીતના વિશ્વાસ સાથે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જ્યારે મતદાર સાથે વાત કરવામાં આવે તો તેઓ દ્વારા જણાવવામાં આવે છે. અમે મત આપીયે  અને એ વ્યક્તિ કે પાર્ટી દ્વારા હાલ દીવની અંદર જે પરિસ્થિતિ છે જે તકલીફો છે પછી તે રસ્તાઓની હાલતની વાત કરીએ કે આસમાન પર પહોંચેલા હાઉસ ટેક્સ, લાઇટ બિલ આ સુધારા લાવી શકે અને ખરેખર દિવની પ્રજાને કંઈક ઉપયોગી થઈ શકે તેવી આશા છે.
Back to top button