દંતેવાડામાં 65 લાખના ઈનામી 37 માઓવાદીએ કર્યું સરન્ડર, 26 જવાનોની શહીદીના જવાબદાર ભીમાએ પણ હથિયાર હેઠાં મૂક્યા

છત્તીસગઢ: 30 નવેમ્બર, 2025: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં શનિવારે (29 નવેમ્બર) એક સાથે 37 ખતરનાક માઓવાદીઓએ હથિયાર હેઠા મૂકી દીધા છે. શરણાગતિ સ્વીકારનારાઓમાં 12 મહિલા નક્સલીઓ પણ સામેલ છે. આ પૈકી 27 નક્સલીઓ ઇનામી હતા, જેના પર કુલ 65 લાખ રૂપિયાનું ઇનામ હતું. આ તમામની DRG કાર્યાલય દંતેવાડામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓની હાજરીમાં શરણાગતિ સ્વીકારવામાં આવી.
સફળતા પાછળ સંયુક્ત રણનીતિ
આ મોટા સમર્પણ પાછળ DRG, બસ્તર ફાઇટર્સ, વિશેષ આસૂચના શાખા (SIB), CRPF ની 111મી-230મી વાહિની અને RFT જગદલપુરની સંયુક્ત રણનીતિ રહી છે. મહિનાઓની દેખરેખ, ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ અને સતત દબાણ બનાવીને આ નક્સલીઓને હથિયાર છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા માટે મજબૂર કરવામાં આવ્યા.
પુનર્વસન અને પ્રોત્સાહન
શરણાગતિ સ્વીકારનારા માઓવાદીઓને સરકારની પુનર્વસન નીતિ હેઠળ રૂ, 50,000ની તાત્કાલિક સહાય રાશિ આપવામાં આવશે. આ ઉપરાંત, સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ, કૃષિ જમીન અને સામાજિક પુનર્વસન જેવી સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
હાઈ-પ્રોફાઇલ માઓવાદીઓનો સમાવેશ
શરણાગતિ સ્વીકારનારાઓમાં 8-8 લાખ રૂપિયાના ઇનામી જેવા કે કુમલી ઉર્ફે અનિતા મંડાલી, ગીતા ઉર્ફે લખ્મી, રંજન મંડાલી અને ભીમા ઉર્ફે જહાજ જેવા ઘણા ચહેરાઓ છે, જેઓ મોટી અથડામણોનો ભાગ રહ્યા છે.
- ભીમા ઉર્ફે જહાજ: કંપની નંબર 2 નો સભ્ય ભીમા ઉર્ફે જહાજ વર્ષ 2020ના ભયાનક મિનપા હુમલામાં સામેલ હતો, જેમાં 26 જવાન શહીદ થયા હતા અને તેમના હથિયારો લૂંટી લેવાયા હતા.
- મહિલા નક્સલીઓ: ક્રાંતિ ઉર્ફે પોદિયે, કુમલી ઉર્ફે અનિતા અને હુંગી ઉર્ફે રોશની જેવી મહિલા માઓવાદીઓ પણ વર્ષ 2024ની પોલીસ-નક્સલી અથડામણોમાં સામેલ હતી.
‘લોન વર્રાટુ’ અભિયાનની અસર
પોલીસ રિપોર્ટ મુજબ, છેલ્લા ૨૦ મહિનામાં દંતેવાડામાં 165 ઇનામી સહિત 508 માઓવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. આ સમગ્ર સફળતા ‘લોન વર્રાટુ’ અભિયાનનું પરિણામ છે, જેણે નક્સલી સંગઠનની પકડને જડમૂળથી હચમચાવી દીધી છે. અત્યાર સુધીમાં 333 ઇનામી સહિત કુલ 1160 માઓવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે, જેમાં 916 પુરુષ અને 244 મહિલા નક્સલીઓ સામેલ છે.
શરણાગતિ સ્વીકારનારા મુખ્ય માઓવાદીઓના નામ:
| ક્રમ | નામ (ઉર્ફે) | હોદ્દો/સ્થિતિ | ઇનામ (રૂ. લાખમાં) |
| 8 લાખના ઇનામી | |||
| 1 | કુમલી ઉર્ફે અનિતા મંડાલી | કંપની નંબર 6 સભ્ય / એસજેડસીએમ કમલેશની ગાર્ડ | 8 |
| 2 | ગીતા ઉર્ફે લખ્મી ઉર્ફે લક્ષ્મી મડકામ | કંપની નંબર 10 સભ્ય | 8 |
| 3 | રંજન ઉર્ફે સોમા મંડાલી | કંપની નંબર 6 સભ્ય | 8 |
| 4 | ભીમા ઉર્ફે જહાજ કલમૂ | કંપની નંબર 2 સભ્ય (2020ના મિનપા હુમલામાં સામેલ) | 8 |
| 5 લાખના ઇનામી | |||
| 5 | ક્રાંતિ ઉર્ફે પોદિયે ગાવડે | એસીએમ (Area Committee Member) આમદઈ એરિયા કમિટી | 5 |
| 2 લાખના ઇનામી | |||
| 6 | કુમારી મુન્ની કર્મા | પ્લાટૂન નંબર 16 સભ્ય | 2 |
| 7 | લક્ષ્મી અટામી | પ્લાટૂન નંબર 16 સભ્ય | 2 |
| 8 | કૃષ્ણા પદામી | પલ્લેવાયા પંચાયત મિલિશિયા કમાન્ડર | 2 |
| 9 | શ્રીમતી મગંડી ઉર્ફે મંગલી હેમલા | કકાડી આરપીસી કેએએમએસ અધ્યક્ષ | 2 |
| 10 | દશરૂ ડોડી | બેલનાર આરપીસી મિલિશિયા સભ્ય | 2 |
| 11 | નંદુ મંડાલી | ગમપુર પંચાયત સીએનએમ કમાન્ડર | 2 |
| 12 | વિજ્જા મિચ્ચા | કોલનાર આરપીસી મિલિશિયા અધ્યક્ષ | 2 |
| 1 લાખના ઇનામી | |||
| 13 | હિડમે કુહડામ | મંલાગેર એરિયા પાર્ટી સભ્ય / એરિયા કૃષિ શાખા અધ્યક્ષ | 1 |
| 14 | રોશની ઉર્ફે હુંગી સોડી | આમદઈ એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
| 15 | રાજુ ઉર્ફે ગાંધી લેકામ | ઇન્દ્રાવતી એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
| 16 | જનકુ વેકો | બોડગા આરપીસી જનતાના સરકાર અધ્યક્ષ | 1 |
| 17 | બુધરામ માડવી | પલ્લેવાયા આરપીસી જનતાના સરકાર અધ્યક્ષ | 1 |
| 18 | સુખમતિ ઉર્ફે સુક્કી તાતી | એલઓએસ સભ્ય | 1 |
| 19 | સુકલ્લુ કડિયામ | ગમપુર આરપીસી જનતાના સરકાર અધ્યક્ષ | 1 |
| 20 | ટાકલુ ઉર્ફે અજય કશ્યપ | આમદઈ એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
| 21 | બામન મંડાલી | હણ્ડ્રી આરપીસી જનતાના સરકાર અધ્યક્ષ | 1 |
| 22 | અર્જુન કુંજામ | ભૈરમગઢ એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
| 23 | કુમારી સોમારી પરસા | ઇન્દ્રાવતી એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
| 24 | વિજય ઓયામ | ઇન્દ્રાવતી એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
| 25 | ફુલમતિ ઉર્ફે શાંતિ વેકો | ભૈરમગઢ એરિયા કમિટી પાર્ટી સભ્ય | 1 |
આ પણ વાંચોઃ આગામી સપ્તાહે ખુલશે 14 કંપનીઓના IPO, જો દાવ લગાવવા માંગતા હો તો ઇશ્યૂ ઓપન થવાની તારીખો જાણી લો
આ પણ વાંચોઃ પત્નીના આડા સંબંધની શંકાએ કરી હત્યા, મૃતદેહ સાથેની સેલ્ફી સ્ટેટસ પર લગાવીને લખ્યું- ‘દગાની કિંમત…’











