- રાજ્યભરમાંથી 242 પોલીસકર્મીઓના નામ મોકલાયા
- યાદી તૈયાર થયા બાદ હવે તેઓના રીપોર્ટ મેળવાશે
- રિપોર્ટના આધારે કમિટી કરશે બઢતી આપવાનું લિસ્ટ
- લિસ્ટ તૈયાર થયા બાદ જાહેરાત કરવામાં આવશે
ગુજરાત પોલીસ વિભાગમાં બઢતીનો ઘાણવો કાઢવાની રાજ્ય સરકારે તૈયારી કરી છે. મોટેપાયે પ્રમોશન આપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં પીએસઆઇમાંથી પીઆઈ બનાવવા માટે પોલીસકર્મીઓના નામો મંગવાયા છે. રાજ્યભરમાંથી કુલ 242 પોલીસકર્મીઓના નામોની યાદી રાજ્ય સરકારમાં સુપ્રત થઈ છે. આ યાદીના આધારે આગામી દિવસોમાં કમીટીની રચના કરવામાં આવશે અને તે પોલીસકર્મીઓના રિપોર્ટ અનુસાર તેમને બઢતી માટે પસંદ કરવામાં આવશે.