ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હૈદરાબાદના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 6ના મોત, સાતનો બચાવ

Text To Speech

હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે 6 લોકોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. રેસ્ક્યુ ટીમે સંકુલમાંથી 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ, 16 માર્ચની સાંજે સિકંદરાબાદ સ્થિત સ્વપ્નલોક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી, આ બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયા હતા.

બિલ્ડિંગમાં લાગેલી આગના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે બાદ ફાયર વિભાગના જવાનો સહિત અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી અને લોકોને સંકુલમાંથી બહાર કાઢ્યા હતા.

રેસ્ક્યુ ટીમોએ હાઈડ્રોલિક ક્રેનની મદદથી લોકોને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ, સંકુલના ત્રીજા માળે ફસાયેલા 7 લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા હાઈડ્રોલિક ક્રેનની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

શ્વાસ રૂંધાવાથી મોત

બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળે પણ કેટલાક લોકો ફસાયા હતા. તેઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતા, પરંતુ આગના ડરથી તેઓ બાથરૂમમાં છુપાઈ ગયો હતો, જેના કારણે રેસ્ક્યુ ટીમને તેઓ દેખાયા નહોતા. જો કે બાદમાં રેસ્ક્યુ ટીમને 6 લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.એ પછી તેઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબોએ મોતનું કારણ શ્વાસ રૂંધાવાને ગણાવ્યું છે. આ સાથે બાકીના ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Back to top button