સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 19 કલાક બાદ કાબૂમાં, સેનાની મદદ લેવી પડી


- બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી
- 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યાં બાદ આગ કાબૂમાં આવી
- પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન
સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મિલમાં શનિવારે (22મી માર્ચ) બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. પેપર મિલમાં રહેલા પેપરના રોલ, પૂંઠા સહિતનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, વિરમગામ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.
50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યાં બાદ આગ કાબૂમાં આવી
બપોરે લાગેલી આગ હમણા સુધી કાબૂમાં ન આવતા ભારતીય સેનાની મદદ લેવામાં આવી છે. જોકે, 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યાં બાદ આગ કાબૂમાં આવી ગઈ છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેટસન પેપર મિલમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન
તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પેપર મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે.
આ પણ વાંચો: આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે