ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં CCTV બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 3 લોકોના મૃત્યુ, ચારેતરફ ધુમાડાના ગોટા ઉડ્યા

નવી દિલ્હી, 25 જૂન 2025: દિલ્હીના રિઠાલા વિસ્તારમાં એક સીસીટીવી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયા. આ પછી, ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 10 ગાડીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે.

બુલડોઝરથી ફેક્ટરીની દીવાલ તોડી પાડવામાં આવી

આગને કાબુમાં લેવા માટે બુલડોઝરથી પાછળની દીવાલ તોડી નાખવામાં આવી હતી. આ ફેક્ટરી રીઠાલા મેટ્રો સ્ટેશન પાસે છે. આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. જોકે, એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેમાં કરોડોનું નુકસાન થવાની સંભાવના છે.

૨-૩ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે ૨-૩ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ૧૦ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ અમે બીજા અને ત્રીજા માળે જઈ શકતા નથી. જ્યારે અમે અંદર જઈ શકીશું, ત્યારે અમે જોઈશું કે કેટલું નુકસાન થયું છે.

આ પણ વાંચો: શરમજનક: ઉદયપુરમાં ફ્રાન્સની મહિલા સાથે હેવાનિયત, પાર્ટી બાદ આરોપીએ રુમમાં લઈ જઈ હવસ મિટાવી

Back to top button