ગુજરાતટ્રેન્ડિંગ
વડોદરા નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડો છવાયો


- ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી
- આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા
- પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે. ત્યારે હવે દરેક વખતની જેમ ગરમીમાં આગ લાગવાની ઘટના શરૂ થઇ છે. ત્યારે વડોદરા શહેર નજીક સ્ક્રેપના ગોડાઉનમાં મોડી રાતે લાગેલી આગને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમાડો છવાયો હતો.
ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી
વડોદરાથી વાઘોડિયા જતા ખટંબા નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગનું કારણ જાણી શકાયું નથી. પરંતુ આગ એટલી ભીષણ હતી કે આસપાસના 10 કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા. બનાવને પગલે ગ્રામજનોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી
આગનું તાંડવ જોતા ફાયર બ્રિગેડે એક પછી એક 10 ફાયર ફાઈટર મંગાવવા પડ્યા હતા. છ થી આઠ કલાક બાદ આગનું જોર ધીમે પડ્યું હતું. પોલીસે પણ બનાવની પ્રાથમિક વિગતો મેળવી હતી.