ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ, 6ના મૃત્યુ

Text To Speech
  • હેન્ડ ગ્લોવ્સ બનાવવાની ફેક્ટરીમાં ગાઢ નિંદ્રામાં રહેલા શ્રમિકોના મૃત્યુ
  • ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ

મુંબઈ,31 ડિસેમ્બર : મહારાષ્ટ્રમાં મધ્યરાત્રિએ એક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ખળભળાટ મચી ગયો હતો. મુંબઈના છત્રપતિ સંભાજીનગરમાં રવિવારે વહેલી સવારે એક હેન્ડ ગ્લોવ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મૃત્યુ થયા હતા, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાલુજ MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં સવારે લગભગ 2.15 વાગ્યે આગ લાગી હતી.

 

 

ફાયરબ્રિગેડના અધિકારીએ ઘટના વિશે શું જણાવ્યું ?

 

ફાયરબ્રિગેડ અધિકારી મોહન મુંગસના જણાવ્યું હતું કે, તેમને સવારે 2:15 વાગ્યે આગ લાગી હોવાની માહિતી મળી હતી. જેથી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આખી ફેક્ટરીમાં આગ લાગી ચૂકી હતી. સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને જણાવ્યું કે અંદર છ લોકો ફસાયા છે. જેથી ફાયરબ્રિગેડના અધિકારીઓ અંદર ગયા અને છ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. અગાઉ, સ્થાનિકોએ દાવો કર્યો હતો કે, ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ફસાયેલા છે.

આગની ઘટનામાં છ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ

ફાયર વિભાગના અધિકારીઓએ બાદમાં આગની ઘટનામાં છ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. ઘટનામાં બચી ગયેલા શ્રમિકોએ જણાવ્યું કે, જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી અને તેઓ સૂતા હતા. આગ લાગી ત્યારે બિલ્ડિંગની અંદર 10-15 કર્મચારીઓ સૂઈ રહ્યા હતા. કેટલાક લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઓછામાં ઓછા પાંચ-છ અંદર ફસાયા હતા.

આ પણ જુઓ :ભારત – નેપાળ બોર્ડર ઉપરથી 6 ઈરાની નાગરિકોની ધરપકડ, ગેરકાયદે કરતા હતા વસવાટ

Back to top button