ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોટાપાયે ચાલતું નકલી પાસપોર્ટ કૌભાંડ પકડાયું, જાણો કેવી રીતે થયો પર્દાફાશ

Text To Speech
  • સિક્કિમ, બંગાળમાં પાસપોર્ટનું મોટું કૌભાંડ ઝડપાયું
  • CBIએ પાસપોર્ટ રેકેટમાં 50 સ્થળોએ પાડ્યા દરોડા
  • 16 અધિકારીઓ સહિત 24 વિરુધ્ધ નોંધાયો કેસ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ શનિવારે સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં પાસપોર્ટ રેકેટનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે અને 50 સ્થળોએ દરોડા પાડયા છે. અહેવાલો મુજબ, બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જારી કરવાના આરોપમાં CBIએ સરકારી અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓ સહિત 24 વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. FIRમાં 16 અધિકારીઓ સહિત 24 વ્યક્તિઓના નામ સામેલ છે જેઓ લાંચના બદલામાં બિન-નિવાસી સહિત અયોગ્ય વ્યક્તિઓને બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જારી કરી રહ્યા હતા, તેમ તેઓએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, આ કૌભાંડ કોલકાતા, સિલીગુડી, ગંગટોક અને અન્ય સ્થળોએ ફેલાયેલું છે.

નકલી પાસપોર્ટ રેકેટનો થયો પર્દાફાશ 

CBI સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચાલતા નકલી પાસપોર્ટ રેકેટનો CBIએ પર્દાફાશ કર્યો હતો. શુક્રવારે સાંજથી CBIનું કોલકાતા, ગંગટોક, સિલીગુડી અને અન્ય સ્થળો સહિત લગભગ 50 સ્થળોએ સર્ચ ચાલુ છે. જે બાદ CBI દ્વારા સિલીગુડીમાં પાસપોર્ટ સેવા લઘુ કેન્દ્રો (PSLK)ના વરિષ્ઠ અધિક્ષકની એક વચેટિયા સાથે ધરપકડ કરવામાં આવી છે

 

અહેવાલ મુજબ, CBIની એક ટીમને માહિતી મળી છે કે, સરકારી અધિકારીઓની મદદથી કોઈ ચોક્કસ ખાનગી વ્યક્તિ એવા નેટવર્કનો ભાગ છે જે બનાવટી કાગળો પર પાસપોર્ટ મેળવવામાં મદદ કરે છે. જેને પગલે CBI દ્વારા આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ જુઓ :પંજાબ પોલીસે લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ગ્રેનેડ સાથે ઝડપી પાડ્યા

Back to top button