ચીનના રેસ્ટરોન્ટમાં થયો પ્રચંડ વિસ્ફોટ; 31 લોકોના મોત
હમ દેખેગે ન્યૂઝ; ચીને ઉત્તર-પશ્ચિમી વિસ્તારના નિંગશિયા શહેરમાં બુધવારે રાત્રે એક ખુબ જ પ્રચંડ વિસ્ફોટ થયો છે જેમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 31 લોકોના માર્યા જવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
સમાચાર એજન્સી રોયટર્સે ચીની સરકારી મીડિયા એજન્સી શિન્હુઆ ન્યૂઝના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, આ બ્લાસ્ટ પર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ તરફથી પ્રતિક્રિયા આવી છે.
આ બ્લાસ્ટ નિંગશિયા શહેર સ્થિત એક રેસ્ટોરન્ટમાં થયો છે. આ બ્લાસ્ટ પાછળનું કારણ એલપીજી ગેસના ટેન્કમાં રિસાવ (લિકેજ) થવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટમાં સાત લોકો ઘાયલ થયા છે, જેની સારવાર ચાલી રહી છે.
ચીની સ્ટેટ ટેલિવિઝન અનુસાર, શી જિનપિંગે કહ્યું છે કે આ ઘટનામાં ઘાયલ થાનારાઓની સંભવ બધી જ મદદ કરવામાં આવશે અને મહત્વપૂર્ણ ઉદ્યોગો અને સેક્ટરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવશે.
ચીનમાં આનાથી પહેલા પણ ગેસ અને કેમિકલ બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી રહી છે. વર્ષ 2015માં થયેલા બ્લાસ્ટમાં 173 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો- મણિપુર હિંસા અંગે અમિત શાહે 24 જૂને બોલાવી સર્વપક્ષીય બેઠક