ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં પ્રચંડ વિસ્ફોટ, નવ ઘાયલઃ જૂઓ વીડિયો

Text To Speech

બેંગલુરુ, 1 માર્ચ: બેંગલુરુના રાજાજીનગરમાં રામેશ્વરમ કાફેમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે. બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટ થતાં ત્રણ કર્મચારીઓ સહિત કુલ નવ (9) જણ ઘાયલ થયા છે. આ કાફે બેંગલુરુમાં સૌથી લોકપ્રિય ફૂડ જોઈન્ટ્સમાંનું એક છે. આ વિસ્ફોટ બોંબ ધડાકો હોવાનું ભાજપે કાફેના માલિકને ટાંકીને જણાવ્યું છે. દરમિયાન મોડી સાંજે સ્થળની મુલાકાત લીધા બાદ રાજ્યના ડીજીપી આલોક મોહને પત્રકારોને કહ્યું કે, ઘટનાની તમામ વિગત મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને આપવામાં આવી છે.

કાફેમાં પ્રચંડ વિસ્ફોટ, જૂઓ વીડિયો:

તેજસ્વી સૂર્યાએ સિદ્ધારમૈયાને પ્રશ્ન કર્યો

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, ‘રામેશ્વરમ કાફેના સ્થાપક નાગરાજ સાથે તેમની રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ અંગે વાતચીત દરમિયાન તેમણે મને જણાવ્યું છે કે કાફેમાં વિસ્ફોટ કોઈ સિલિન્ડરના ફાટવાથી નથી થયો, પરંતુ એક ગ્રાહક કાફેમાં બેગ મૂકીને જતો રહ્યો હતો તેના કારણે થયો છે. તેમનો એક કર્મચારી ઘાયલ થયો છે. આ સ્પષ્ટપણે બોમ્બ બ્લાસ્ટનો મામલો હોવાનું જણાય છે.’

જૂઓ વીડિયો-

 

પ્રારંભિક અહેવાલો અનુસાર, બપોરના 1 વાગ્યાની આસપાસ બેગમાં રાખેલી વસ્તુમાં વિસ્ફોટ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રામેશ્વરમ કાફેમાં વિસ્ફોટ થયા બાદ વ્હાઇટફિલ્ડ વિસ્તારના ડેપ્યુટી પોલીસ કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બેંગલુરુ - કાફેમાં વિસ્ફોટ - HDNews
બેંગલુરુ – કાફેમાં વિસ્ફોટ – ફોટોઃ ઈન્ટરનેટ
બેંગલુરુ - કાફેમાં વિસ્ફોટ - HDNews
બેંગલુરુ – કાફેમાં વિસ્ફોટ – ફોટોઃ ઈન્ટરનેટ

ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે ઘટના સ્થળે

બોમ્બ બ્લાસ્ટના સમાચાર મળતાની સાથે જ ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં રામેશ્વરમ કાફેમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થળ પરથી પુરાવા એકત્રિત કરી રહી છે, જૂઓ વીડિયો:

 

આ પણ વાંચો: DRDOએ સ્વદેશી ‘S-400’નું પરીક્ષણ કર્યું, જાણો આ ઘાતક શોર્ટ રેન્જ સુપર વેપનની તાકાત

Back to top button