ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં જોરદાર વિસ્ફોટ, ગાઝા યુદ્ધના છાંટા ઉડ્યાની શક્યતા

  • એક મહિલાનું મૃત્યુ તો 36 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ 
  • શુક્રવારે મલપ્પુરમમાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં યોજાઇ હતી રેલી
  • હમાસના ભૂતપૂર્વ વડાએ હિન્દુઓ અને યહૂદીઓની વિરુદ્ધમાં કર્યું હતું સંબોધન  

કોચી, 29 ઑક્ટોબર : કોચીના એર્નાકુલમમાં ખ્રિસ્તી પ્રાર્થના સભામાં રવિવારે જોરદાર બ્લાસ્ટ થયો છે. જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. રાજ્યના એર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં એક મીટિંગ દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે 36 ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્લાસ્ટ પાછળના કારણો હજુ સુધી જાણી શકાયાં નથી. જે જગ્યાએ બ્લાસ્ટ થયો તે એક કન્વેન્શન સેન્ટર છે.

આ અગાઉ શુક્રવારે કેરળના જ મલપ્પુરમમાં પેલેસ્ટિનિયનોના સમર્થનમાં રેલી યોજાઇ હતી. એ રેલીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતાં હમાસના ભૂતપૂર્વ વડાએ હિન્દુઓ અને યહૂદીઓની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક નિવેદનો કર્યાં હતાં.

 

 

રવિવારે થયેલા વિસ્ફોટને નજરે જોનાર સાક્ષીઓના જણાવ્યા અનુસાર, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી સમુદાયની પ્રાર્થના ચાલી રહી હતી. વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 36 લોકો ઘાયલ થયાં હોવાનું કહેવાય છે. એક સાક્ષીએ  કહ્યું કે, ‘વિસ્ફોટ હોલની વચ્ચે થયો હતો. મેં વિસ્ફોટના ત્રણ અવાજ સાંભળ્યા હતા.”

 

મુખ્યમંત્રી પીનરાઈ વિજયને શું જણાવ્યું ઘટના વિશે ?

કેરળ મુખ્યમંત્રી પીનરાઈ વિજયને ઘટના અંગે જણાવ્યું કે, “’આ ખૂબ જ દુ:ખદાયક ઘટના છે. અમે ઘટના અંગે વિગતો મેળવી રહ્યા છીએ. તમામ ઉચ્ચ અધિકારીઓ એર્નાકુલમમાં હાજર છે. ડીજીપી ઘટનાસ્થળે જઈ રહ્યા છે. અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં ડીજીપી સાથે વાત કરી છે. તપાસ બાદ વધુ માહિતી મેળવવી પડશે. હાલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે લોકોની હાલત થોડી નાજુક છે. કેટલાક હોસ્પિટલમાં દાખલ છે. વિગતો મેળવ્યા પછી હું વાત કરીશ.”

 

 

NIAની 4 સભ્યોની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. કોચી બ્રાન્ચ ઓફિસથી રવાના થયેલી NIAની ટીમની સાથે સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે જઈને તપાસ કરી રહી છે. કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. વિસ્ફોટ કેવી રીતે થયો અને તેનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ સમયે હોલમાં 2 હજારથી વધુ લોકો હાજર હતા. વિસ્ફોટ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

હમાસના ભૂતપૂર્વ વડા દ્વારા હિન્દુઓ અને યહૂદીઓની વિરુદ્ધમાં સંબોધન 

 

મલપ્પુરમમાં શુક્રવારે ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને લઈને પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી યોજાઇ હતી. જમાત-એ-ઈસ્લામી હિન્દ-સંબંધિત સંગઠન દ્વારા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં યોજાયેલી આ રેલીને હમાસના ભૂતપૂર્વ વડા ખાલેદ મેશાલે વર્ચ્યુઅલ રીતે હિન્દુત્વ તથા ઝિયોનિઝમની વિરુદ્ધમાં સંબોધન કર્યું હતું. મેશાલનું અરબીમાં પ્રી-રેકોર્ડ કરેલા વિડિયોને “એડ્રેસ યુથ રેઝિસ્ટન્સ” રેલીમાં સ્ક્રીન પર દેખાડવામાં આવ્યો હતો, જેની ટેગલાઈન હતી “Uproot Bulldozer Hindutva and Apartheid Zionism”.

આ પણ જુઓ :કેરળના અભિનેતા-નેતાએ મહિલા પત્રકારના ખભા પર હાથ મૂક્યો, માંગવી પડી માફી

Back to top button