ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રના થાણેમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5 કર્મચારીઓના નિધન, 56 ઘાયલ

Text To Speech

મુંબઈ, 23 મે: મુંબઈ નજીક થાણેના ડોમ્બિવલીમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ પછી તેમાં આગ લાગી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ લગભગ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે MIDC ફેઝ 2 સ્થિત કેમિકલ ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાના કારણે આગ લાગી હતી.

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગુરુવારે બપોરે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને પગલે આગમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ઘાયલોને  નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલ અનુસાર ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં લગભગ 30 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફેક્ટરીમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, 10 ફાયર ફાયટર ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓનો અંદાજ છે કે આગ ઓલવવામાં ચાર કલાકથી વધુ સમય લાગી શકે છે.

વિસ્ફોટમાં અનેક વાહનો અને મકાનોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા હતા. આ સિવાય કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ કારના શોરૂમ સહિત અન્ય બે ઈમારતોમાં ફેલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 1:40 વાગ્યે એક ઈમરજન્સી કોલ આવ્યો હતો, જેમાં આગ લાગવાની માહિતી મળી હતી.


અગ્નિશમન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, ડોમ્બિવલીમાં મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) વિસ્તારના ફેઝ-2 સ્થિત ‘અંબર કેમિકલ કંપની’ના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો. તેમણે કહ્યું કે વિસ્ફોટને કારણે નજીકની ઈમારતોની બારીઓમાં તિરાડો પડી ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે અગ્નિશમન દળ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો : ચૂંટણી પંચ ભાજપ-કોંગ્રેસ પર થયું ગરમ, નડ્ડા-ખડગેને નોટિસ મોકલી કહ્યું- ‘પ્રચારમાં મર્યાદા જાળવો’

Back to top button