ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Accident/ બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ, 8નાં મૃત્યુ, અનેક મુસાફરો ઘાયલ

Text To Speech

કન્નૌજ, 06 ડિસેમ્બર : યુપીના કન્નૌજમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) થયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના મૃત્યુ  થયા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. એક્સપ્રેસ વે પર સ્લીપર બસ એક ટ્રક સાથે અથડાઈ, જેના કારણે આટલો મોટો Accident થયો. બસમાં કુલ 40 મુસાફરો હોવાનું કહેવાય છે. ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. હાલ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

કન્નૌજ જિલ્લાના સકરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ 141 પર ઔરૈયા બોર્ડર પાસે આ Accident થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા યુપીના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ ઘાયલોની મદદ માટે રોકાયા હતા. તેમણે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો. હાલ અકસ્માત બાદ ઘાયલોને સૈફઈ મેડિકલ કોલેજ અને તિરવા મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફૂલ સ્પીડે જતી બસ કાબુ બહાર જઈને ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માતને પગલે બસના મુસાફરોમાં બુમરાણ મચી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢ્યા હતા. માહિતી મળ્યા બાદ યુપેડાની ટીમ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેને બચાવવામાં ઘણા કલાકો લાગ્યા હતા.

આ સમગ્ર મામલે કન્નૌજના એસપી અમિત કુમાર આનંદે જણાવ્યું કે એક્સપ્રેસ વે પર સ્લીપર બસ અકસ્માતમાં મૃત્યુઆંક 6 થી વધીને 8 થયો છે અને ઘાયલોની સંખ્યા 19 છે. હાલ બચાવ કામગીરી પુરી કરી દેવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી રહી છે.

આ પહેલા પીલીભીતમાં પણ એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે ચિત્રકૂટ માર્ગ અકસ્માતમાં છ લોકોએ જીવ ગુમાવ્યા હતા. સીએમ યોગીએ માર્ગ અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો :‘કાશ પુરુષોને પણ પિરિયડ્સ આવતા’: SCએ હાઈકોર્ટના નિર્ણય પર કેમ કરી આવી ટિપ્પણી?

 બાબા વાંગાની ડરામણી ભવિષ્યવાણી:  આ દેશમાં શરૂ થશે મુસ્લિમ શાસન, પૃથ્વીના અંતને લઈ કહી આ મોટી વાત

ગુજરાતની આ કંપનીનો આવી રહ્યો છે IPO,  70 લાખ નવા શેર જારી થશે

‘વડાપાવ’ કે ‘ચાની કીટલી’, કયા ધંધામાં છે વધુ કમાણી? 

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button