યુએસ-કેનેડા બોર્ડર પર નાયગ્રા ધોધ નજીક પ્રચંડ કાર બ્લાસ્ટ, બે લોકોના મૃત્યુ
- યુએસ-કેનેડાની સરહદ પર પ્રચંડ કાર બ્લાસ્ટ
- વિસ્ફોટ એટલો જોરદાર હતો કે કારના ટુકડા થઈ ગયા અને બે લોકોના મૃત્યુ થયા.
- આ ઘટના આતંકવાદી ઘટના હોઈ શકે તેવી આશંકા છે.
કેનેડા: યુએસ-કેનેડા બોર્ડર નજીક નાયગ્રા ધોધ પાસે એક પ્રચંડ કાર વિસ્ફોટને કારણે બે લોકોના મૃત્યુ થયા છે. આ પછી યુએસ-કેનેડા ક્રોસિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અમેરિકન મીડિયાએ અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે, વિસ્ફોટમાં માર્યા ગયેલા બે લોકોની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી. નાયગ્રા ફોલ્સ નજીક યુએસ-કેનેડા ચેકપોઇન્ટ પર અચાનક એક કારમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે તેમા સવાર બે લોકોના મૃત્યુ થયા છે.
ન્યુ યોર્કના ગવર્નર કેથી હોચુલે ન્યુયોર્ક સિટીના ઉત્તર-પશ્ચિમ 400 માઈલ (640 કિલોમીટર) ચેકપોઈન્ટ પર વિસ્ફોટમાં બે લોકોના મૃત્યુની પુષ્ટિ કરી અને કહ્યું કે, હાલમાં આ ઘટના આતંકવાદી હુમલો હોવાના કોઈ પુરાવા નથી.
કાર 100 માઈલ પ્રતિ કલાકની ઝડપે આવી રહી હતી
યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે આવેલા કેનેડિયન માઇક ગુએન્થરે જણાવ્યું હતું કે, જે કારમાં વિસ્ફોટ થયો તે 100 માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે સરહદની નજીક આવી રહી હતી. ત્યારબાદ કાર એક વાડ સાથે અથડાઈ અને હવામાં ફંગોળાઈ ગઈ હતી. તેમાં બેઠેલો વ્યક્તિ પણ હવામાં ઉપર ગયો, અમે માત્ર આગનો ગોળો જોયો અને આટલું જ અમે જોઈ શક્યા. સર્વત્ર ધુમાડો હતો. આ ઘટના થેંક્સગિવીંગ હોલીડેની પૂર્વસંધ્યાએ બની હતી, આ દિવસ લાખો અમેરિકનો માટે મુસાફરી માટેના સૌથી વ્યસ્ત દિવસોમાંનો એક દિવસ હતો. યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અનુસાર, રેઈન્બો બ્રિજ – કેનેડા અને યુએસની વચ્ચે સૌથી વ્યસ્ત ક્રોસિંગમાંનું એક છે. તેમાં 16 વાહન લેન છે અને સામાન્ય રીતે ચોવીસ કલાક ખુલ્લી રહે છે.
આ પણ વાંચો, 100 કરોડના કથિત લેવડદેવડના આરોપમાં કોંગ્રેસ નેતા વિરુદ્ધ EDની કાર્યવાહી