મોદી-શાહ નો પ્રચંડ પ્રચાર : બનાસકાંઠાના પાલનપુર-ડીસામાં ગજવશે જાહેરસભા
પાલનપુર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસો જેમ-જેમ નજીક આવી રહ્યા છે. તેમ-તેમ પ્રચાર પ્રક્રિયામાં જોર વધી રહ્યું છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવવા માટે સભાઓ, રેલીઓ અને જન સંપર્ક કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
22 નવેમ્બરે ડીસામાં અમિત શાહ સભા કરશે
ભાજપ પક્ષ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લામાં બે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીસા ખાતે 22 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ડીસા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના સમર્થનમાં અહીંના હવાઈ પીલ્લર ખાતે જાહેર સભાને સંબોધન કરનાર છે.
24 નવેમ્બરે નરેન્દ્ર મોદી પાલનપુરમાં આવશે
જ્યારે પાલનપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર અનિકેત ઠાકરના સમર્થનમાં 24 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલનપુરના રામપુરા પાસેના મેદાનમાં સવારે 11 વાગ્યે એક વિશાળ જાહેર સભાને સંબોધન કરશે, અને પ્રચંડ પ્રચારને વેગવંતો બનાવશે.
આ જાહેર સભાના આયોજન માટેની પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બંને સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાહુલ ગુજરાતમાં ત્યારે જ કોંગ્રેસને વધુ એક બેઠક પર નુકસાન