ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના; પત્ની-બાળકને મોતને ઘાટ ઉતારીને પતિએ ગટગટાવી ઝેરી દવા

Text To Speech
  • વડોદરામાં આર્થિક મુશ્કેલીએ પરિવારને મોતના મોઢામાં ધકેલ્યું
  • પત્ની અને પુત્રનું મોત નિપજ્યું, જ્યારે પિતા સારવાર હેઠળ
  • ઘરના વડાએ પત્ની અને બાળકની હત્યા કરીને આત્મહત્યા કરવાની કરી કોશિશ
  • ઘરનો મોભી મુકેશ પંચાલ સયાજી હોસ્પિટલમાં મોત અને જીવન સામે ઝઝૂમી રહ્યો છે

વડોદરા: વડોદરા શહેરમાં મોંઘવારી અને બેરોજગારીએ એક પરિવારને વેર-વિખેર કરી નાંખ્યું છે. આર્થિક સકડામણના કારણે પરિવાર આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યું હોવાની દિલને હચમચાવતી ઘટના વડોદરા શહેરમાં બની છે. વડોદરા શહેરના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પરિવારના મોભી સિક્યુરિટી ગાર્ડમાં કામ કરતા હતા.

પ્રાથમિક રિપોર્ટ અનુસાર, પરિવારના વડાએ (મુકેશભાઈ પંચાલ) આર્થિક સંકડામણના કારણે હતાશામાં આવી જઈને હિચકાર્યું પગલું ભર્યું હોવાની માહિતી મળી રહી છે. ચોંકાવનારી વાત તે છે કે, પત્ની અને પુત્રની પહેલા હત્યા કરીને પાછળથી ઘરના વડાએ પણ જીવનલીલા સંકેલી લેવાની કોશિશ કરી હતી. મુકેશ પંચાલે પોતાનો જીવ લેવા માટે બ્લેડથી પોતાના ગળા ઉપર ઘા કર્યા હતા. તે ઉપરાંત ઝેરી દવા પણ ગટગટાવી હતી. મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે. જ્યારે પત્ની નયનાબેન અને પુત્ર મિતુલે દુનિયાને અલવિદા કહી દીધું છે.

આ આત્મહત્યાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પરિવારમાં પત્ની અને પુત્રનું મોત નિપજ્યું છે તો બીજી તરફ પતિની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સયાજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના વિશેની તમામ માહિતી પ્રાથમિક હોવાથી તેમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.

પોલીસ તપાસ ચાલી રહી છે. આ આત્મહત્યા છે કે પછી પતિએ પોતાની પત્ની અને બાળકની હત્યા કરી છે. તે અંગેની સચોટ માહિતી પોલીસ તપાસ પછી આપી શકે છે. તે ઉપરાંત પરિવાર આર્થિક મુશ્કેલીના કારણે આત્મહત્યા કરી કે પછી પારિવારિક ઝગડા અને ઘર કંકાસ તેના માટે જવાબદાર છે તે અંગેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો-મહિનાના પહેલા દિવસે જ રાહતના સમાચાર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો નવો ભાવ

Back to top button