ચેક રિપબ્લિકની પ્રાગ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 15ના મૃત્યુ
- હુમલાખોર દ્વારા યુનિવર્સિટીની બિલ્ડિંગ પરથી અંધાધૂંધ ફાયરિંગ
- પ્રાગની ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગની બિલ્ડિંગમાં થયો ગોળીબાર
ચેક રિપબ્લિક, 22 ડિસેમ્બર : યુરોપીયન દેશ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગમાં ગુરુવારે સામૂહિક ગોળીબારનો બનાવ બન્યો છે. મળતી માહિતી મુજબ, એક હથિયારધારી વ્યક્તિએ યુનિવર્સિટી બિલ્ડિંગ પરથી ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં 15 લોકોના મૃત્યુ થયા છે. જેની જાણકારી પોલીસ અને શહેર બચાવ સેવા દ્વારા આપવામાં આવી છે. જ્યારે પ્રાગ પોલીસ વડા માર્ટિન વોન્ડ્રાસેકે જણાવ્યું હતું કે, ગોળીબાર ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગની બિલ્ડિંગમાં થયો હતો અને હુમલાખોર એક 24 વર્ષીય વિદ્યાર્થી હતો.
New video shows gunman shooting at people from a rooftop at Charles University’s Department of Philosphy in Prague, Czech Republic. Over 15 killed and 20 injured in the mass shooting. 10 critically injured. Shooter also killed his own father.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 21, 2023
#WATCH 🔴 The death toll in the shooting at Charles University has increased to 15, according to the police. In the video, students can be seen jumping out of windows to escape the gunman ‼️#prague #CzechRepublic #shooting #DavidKozak pic.twitter.com/fprHThW5CX
— Voice of Europe 🌍 (@V_of_Europe) December 21, 2023
Wow New footage shows killer David Kozak shooting from a Charles University balcony, incredible ! #DavidKozak #CzechRepublic #PragueShooting #Czechia #Praga #Czech #CharlesUniversity #Prague
— Johnny (@tallyman2023) December 21, 2023
પીડિતો વિશે કોઈ વિગતો નથી
હુમલાખોરનું નામ સાર્વજનિક કરવામાં આવ્યું નથી. પોલીસે જેન પલાચ સ્ક્વેર ખાતે વલતાવા નદીની નજીકના બિલ્ડિંગમાં થયેલા ગોળીબારના ભોગ બનેલા લોકો અને હુમલો કરવાના સંભવિત હેતુ વિશે કોઈ વિગતો આપી નથી. ચેક રિપબ્લિકના ગૃહ પ્રધાન વિટ રાકુસને જણાવ્યું હતું કે તપાસકર્તાઓને હુમલાખોર કોઈ ઉગ્રવાદી વિચારધારા અથવાગ્રુપ સાથે સંકળાયેલો હોવાની આશંકા નથી.
Breaking🚨 Update🚨Prague, Czech Republic 🇨🇿
The Islamist shooter has been killed by Prague police. Prague police say the entire building is currently being evacuated and that several people have been killed and dozens injured pic.twitter.com/EQxpKimEcG
— Izlamic Terrorist (@raviagrawal3) December 21, 2023
Footage of the early moments of the Prague shooting.
15 people were killed and another 25 were injured in the tragic incident in Czech Republic.
The incident is the deadliest mass shooting in the country’s history. pic.twitter.com/g5Pn52hBVZ
— 21c AR (@21c_AR) December 21, 2023
Horrifying footage!!!#Praha #Prague #ČeskáRepublika #Česko #CzechRepublic #Czech #SHOOTING #Europe #massshooting#BREAKING_NEWS prag çekya
— Musa Kayrak (@musakayrak) December 21, 2023
હુમલાખોર છત પરથી બંદૂક કાઢીને અંધાધૂંધ ફાયરિંગ કરતો જોવા મળ્યો
યુનિવર્સિટી નજીક રુડોલ્ફિનમ ગેલેરીના ડિરેક્ટર પાવેલ નેડોમાએ જણાવ્યું હતું કે તેણે બારીમાંથી જોયું કે એક વ્યક્તિ બિલ્ડિંગની છત પર ઊભો હતો અને બંદૂક ચલાવતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંદૂકધારી હુમલાખોર 24 વર્ષનો હતો. તે પ્રાગથી 21 કિલોમીટર દૂર એક એક ગામનો રહેવાસી હતો. ઘટનાના આગલા દિવસે શંકાસ્પદના પિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. ચેક રિપબ્લિકના પ્રમુખ પીટર પોવેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, તેઓ આ ઘટનાથી ‘આઘાતમાં’ છે. તેમણે પીડિતોના પરિવારો અને સંબંધીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
At least 15 dead and dozens more injured in the shooting incident at #CharlesUniversity in #Prague.
A lone gunman opened fire Thursday (Friday AEDT) in a university building in downtown Prague, killing at least 15 people and injuring more than 20 in the #CzechRepublic‘s worst… pic.twitter.com/9LAicxwo9K
— Schulla (@Schulla007) December 21, 2023
લોકોએ તેમની મુશ્કેલીઓ કહી
Students were seen hiding on the ledge during the shootout that killed at least 15 people at Prague University, Czech republic.
The gunman was shot dead. pic.twitter.com/jerCPnlsfs
— News Print (@News_Print_Info) December 21, 2023
અહેવાલ અનુસાર, ટ્રુરોના રહેવાસી એક 18 વર્ષનો યુવક, જે મિત્રો સાથે રજાઓ પર પ્રાગ આવ્યો હતો, ગોળીબાર સમયે તે પાડોશમાં હતો. તેણે કહ્યું કે ‘ અમે ગોળીઓનો અવાજ સાંભળ્યો, પછી જ્યારે પોલીસે તેમને ભાગવા માટે બૂમો પાડી તો અમે છુપાઈને મેટ્રો તરફ ભાગ્યા. તે ખૂબ જ ભયાનક અનુભવ હતો. અચાનક બધા દોડવા લાગ્યા. અમને ખબર ન હતી કે ત્યાં શું થઈ રહ્યું છે. બીજી તરફ, પોલીસે શરૂઆતમાં કહ્યું હતું કે, તેઓ મધ્ય પ્રાગ સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના અંગે કાર્યવાહી કરી રહ્યા છે અને ઘણા લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.
આ પણ જુઓ :અમેરિકા: લાસ વેગાસની યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબારમાં 3ના મૃત્યુ, હુમલાખોર ઠાર