ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે સમુહ પ્રાર્થના કરાશે

Text To Speech
  • સમગ્ર વિશ્વની નજર આજે ભારતના ચંદ્રયાન-3ની સફળતા પર
  • બાપ્સના 100 બાળકો સંસ્કૃતમાં મહાપૂજા કરશે
  • સાંજે 5 થી 5.25 કલાક દરમિયાન મહાપૂજા-સમુહ પ્રાર્થના કરશે

ગુજરાતના વડોરા શહેરમાં ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે સમુહ પ્રાર્થના કરાશે. તેમજ સમગ્ર દેશ અને દરેક ભારતવાસી ચંદ્રયાન-૩ની સફળતા માટે આજે પ્રાર્થના કરશે. તેવામાં બાપ્સના 100 બાળકો સંસ્કૃતમાં મહાપૂજા કરશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ટામેટાના ભાવ તળિયે તો ડુંગળીના ભાવ આસમાને, જાણો કેટલો વધારો થયો

સમગ્ર વિશ્વની નજર આજે ભારતના ચંદ્રયાન-3ની સફળતા પર

સમગ્ર વિશ્વની નજર આજે ભારતના ચંદ્રયાન-3ની સફળતા પર છે. ત્યારે ભારતના વિવિધ રાજ્યો તથા વિવિધ શહેરોમાં ભારતના ચંદ્રયાન-3ની સફળતા પર લોકોની આશા છે. ચંદ્રયાન-૩ આજે બુધવારે સાંજે ચંદ્રની ધરતી પર સફળતા પૂર્વક ઊતરાણ કરી શકે એ માટે બાપ્સના 100 બાળકો સંસ્કૃતમાં મહાપૂજા કરનાર છે.

સાંજે 5 થી 5.25 કલાક દરમિયાન મહાપૂજા-સમુહ પ્રાર્થના કરશે

અટલાદરા ખાતે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(બાપ્સ)ના 20 સંતોની ઉપસ્થિતીમાં 8થી 13 વર્ષની ઉંમરના 100 બાળ તારલાઓ સમુહ પ્રાર્થના કરશે. સત્સંગી નિનાદ જાનીએ વધુમાં ઉમેર્યું હતું કે સમગ્ર દેશવાસીઓ માટે આજે બુધવારની સાંજ આનંદ સહ સભર બની રહે એવી પ્રાર્થના કરનાર છે. ઇસરોના વૈજ્ઞાનિકોની વર્ષોની તપષ્યાના પરિપાકરૂપે અવકાશગામી કરાયેલ ચંદ્રયાન-૩ સતત 40 દિવસની સફર બાદ આજે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચશે. જે ક્ષણ દેશવાસીઓ માટે ગૌરવપ્રદ બની રહેશે. બી.એ.પી.એસ.ના બાળ તારલાઓ પૂ.રાજેશ્વર સ્વામીજી સહિત સંતોની નિશ્રામાં સાંજે 5 થી 5.25 કલાક દરમિયાન મહાપૂજા-સમુહ પ્રાર્થના કરશે.

Back to top button